ભાસ્કર ઇન્ટરવ્યુ - સાનિયા મિર્ઝા:પહેલા લોકો અમારા પર હસતા હતા, હવે મહિલા ખેલાડીઓ સ્ટાર છે

ચંડીગઢએક મહિનો પહેલાલેખક: ગૌરવ મારવાહ
  • કૉપી લિંક

દેશની સૌથી સફળ મહિલા ખેલાડીઓમાંથી એક સાનિયા મિર્ઝાએ કોરોડો ખેલાડીઓને મોટીવેટ કર્યા છે. તેનું માનવું છે કે મહિલા ખેલાડીઓ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યા બાદ સફળતા મેળવે છે અને તેની સફળતાને એક ઓળખ પણ મળવી જોઇએ. સાનિયા મહિલા ક્રિકેટને પણ ફોલો કરે છે. તેણે હૈદરાબાદમાં મિતાલી રાજને પણ નાનપણથી જ જોઇ છે.

સાનિયાએ ઓસ્ટ્રેલિયા સામે રમતા પહેલા ભારતીય મહિલા ક્રિકેટરોને પોતાના પર વિશ્વાસ રાખવાની સલાહ આપી છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 21 સપ્ટેમ્બરથી સિરીઝ શરૂ થશે. સાનિયા મિર્ઝા સાથેની વાતચીતના અંશ...

  • આ વર્ષે ઓલિમ્પિકમાં ત્રણ મેડલ મહિલા ખેલાડીઓએ અપાવ્યા. મહિલા સ્પોર્ટ્સની ગ્રોથ કઇ રીતે જુઓ છો?

છેલ્લા 10 વર્ષથી મહિલા સ્પોર્ટ્સમાં ગ્રોથ થઇ રહી છે. આ એક પ્રક્રિયા છે, જે ચાલતી આવે છે. ધીરે-ધીરે ખેલાડીઓની ઓળખ મળી રહી છે. ક્રિકેટ સહિત ભારતની સૌથી મોટી સ્ટાર મહિલા ખેલાડી જ છે.

  • જ્યારે તમે રમવાનું શરૂ કર્યું ત્યારે મહિલા સ્પોર્ટ્સને લઇને માહોલ કેવો હતો?

જ્યારે મે રમવાનું શરૂ કર્યું ત્યારે કોઇ મોટી એક્ટિવ મહિલા ખેલાડી ન હતી. માત્ર પીટી ઉષાનું નામ આવતું હતું. આ મારા માટે સહેલું ન હતું. બીજા લોકો પણ પ્રશ્ન કરી રહ્યા હતા કે શું તમે વિમ્બલ્ડન રમી શકશે? તે બધા હસતા હતા. તે મુશ્કેલ સફર હતી. મને સફળતા અને ઓળખાણ મળી. પહેલા મહિલા ખેલાડીઓના એક-બે નામ સામે આવતા હતા. આજે એક સેકન્ડમાં 10-12 નામ યાદ આવી જાય છે.

  • તમે મહિલા ક્રિકેટને ક્યારથી ફોલો કરવાનું શરૂ કર્યું? લોકો તેને પણ પસંદ કરે છે, આ બદલાવ કેવો લાગે છે?

પહેલા મારા માટે મહિલા ક્રિકેટનો અર્થ મિતાલી રાજ હતો. મારી જેમ તે પણ હૈદરાબાદથી જ છે. અમે હંમેશા મળતા હતા. હું હંમેશા તેને ફોલો કરતી હતી. હવે હરમનપ્રીત, સ્મૃતિની જેમ ઘણા સ્ટાર છે. આપણી ખેલાડીઓએ ઇંગ્લેન્ડમાં ‘ધ હંડ્રેડ’ પણ રમી.

  • તમે ઘણા પડકારોનો સામનો કર્યો. તમે આ પડકારોનો સામનો કરવા માટે મહિલા ક્રિકોટરોને શું સલાહ આપશો?

હું ઇચ્છું છું કે તેમને મારી જેમ પરિસ્થિતિનો સામનો કરવો ન પડે. મહિલાઓને સાંભળવા મળતું હતું કે કઇ રીતે રમશે, કાળી થઇ જશે, તો લગ્ન કોણ કરશે. પણ હવે સમય અને વિચાર બદલાયા છે. તેનો શ્રેય મહિલા ચેમ્પિયન્સને જાય છે. તેના કારણે માનસિકતા બદલાઇ છે.

  • દેશની રમતમાં મહિલા ખેલાડીઓનું યોગદાન કેવું રહ્યું? શું તમે માનો છો કે રમતનું ભવિષ્ય મહિલા ખેલાડી છે?

મને નથી લાગતો કે માત્ર મહિલા ખેલાડીઓની સાથે સફળતા મળશે. હું ઇચ્છું છું કે દરેક લોકો જીતે. હવે તે નથી જોવામાં આવતું કે ચેમ્પિયન છોકરો છે કે છોકરી. આપણે દર વર્ષે ચેમ્પિયન તૈયાર કરવા જોઇએ. જેથી 10-15 વર્ષ રાહ જોવી ન પડે.

અન્ય સમાચારો પણ છે...