તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Because Of Corona, The School Games Federation Will Only Host The National Games Of High Priority Games, Giving Priority To Under 19 Players.

અનલૉક:કોરોનાના કારણે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ફક્ત હાઈ પ્રાયોરિટી ગેમ્સની જ નેશનલ ગેમ્સ યોજશે, અન્ડર-19 ખેલાડીઓને પ્રાથમિકતા

રાયપુર3 મહિનો પહેલાલેખક: શેખર ઝા
  • કૉપી લિંક
એસજીએફઆઈના મહા સચિવ રાજેશ મિશ્રા.
  • એસજીએફઆઈએ ગયા વર્ષે 90થી વધુ સ્પોર્ટ્સની નેશનલ ચેમ્પિયનશિપ યોજી હતી, જેમાં 60 હજારથી વધુ ખેલાડીએ ભાગ લીધો હતો
  • કોરોનાના કારણે સ્ટેટ ગેમ્સ નહીં યોજાય, ટ્રાયલ કે પ્રદર્શનના આધારે ટીમ બનશે
  • નવેમ્બર અને ડિસેમ્બરમાં ફેડરેશનની ચૂંટણી કરવાની તૈયારી

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસજીએફઆઈ) આ વર્ષે ફક્ત ઓલિમ્પિક, હાઈ પ્રાયોરિટી અને પ્રાયોરિટી ગેમ્સની જ નેશનલ ટુર્નામેન્ટ યોજશે. કોરોનાના કારણે હાલ સ્કૂલો બંધ છે અને ખેલાડીઓની પ્રેક્ટિસ પણ લગભગ ના બરાબર છે. એસજીએફઆઈએ કહ્યું કે, ગેમ્સના આયોજનનો અંતિમ નિર્ણય કેન્દ્રની મંજૂરી મળ્યા પછી લેવાશે. 

હાલમાં જ ફેડરેશનને ભારત સરકારની માન્યતા મળી છે. ગયા વર્ષે 90થી વધુ ગેમ્સની નેશનલ ટુર્નામેન્ટ કરાવાઈ હતી. તેમાં દેશભરના 60 હજારથી વધુ ખેલાડી સામેલ થયા હતા.  

એસજીએફઆઈના મહા સચિવ રાજેશ મિશ્રાએ કહ્યું કે, અનલૉક-1 પછી પણ સ્કૂલો બંધ છે. સરકારની મંજૂરી પછી એસજીએફાઈ ટુર્નામેન્ટ કરાવી શકે. સૌથી વધુ નેશનલ ટુર્નામેન્ટ નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે હોય છે. કોરોનાની સ્થિતિ જોતા મંજૂરી મોડી મળે, તો પણ મહત્ત્વની ગેમ્સને નેશનલ ટુર્નામેન્ટ યોજી શકાય એમ છે. 

રાજ્યો ખેલાડીઓના ગયા વર્ષના પ્રદર્શનના આધારે કે પછી ટ્રાયલના આધારે પોતાની ટીમ બનાવી શકે છે. કારણ કે, સમય ઓછો હોવાના કારણે ટુર્નામેન્ટ આયોજિત કરવાનો સમય નહીં મળે.  મિશ્રાએ કોરોનાની સ્થિતિને જોતા કહ્યું કે, ઓલિમ્પિક ગેમ્સ, હાઈ પ્રાયોરિટી અને પ્રાયોરિટી ગેમની નેશનલ કરાવવાનો પ્રયાસ કરશે. તેમાં અન્ડર-19ના ખેલાડીઓને પ્રાથમિકતા અપાશે. મૌખિક રીતે તમામ રાજ્યોને તૈયારી કરવાનું કહેવાયું છે. ગેમ્સની વાત કરીએ તો મોટા ભાગની ટુર્નામેન્ટ દિલ્હીમાં યોજાય છે, પરંતુ હાલ ત્યાં કેસ વધવાના કારણે ગેમ્સ બીજા સ્થળે યોજાઈ શકે છે. 

પુરુષ-મહિલા મેચો અલગ થઈ યોજાઈ શકે છે
કોરોનાના કારણે ટુર્નામેન્ટમાં ભીડ ઓછી થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ માટે પુરુષ અને મહિલા કેટેગરીની મેચ અલગ યોજાઈ શકે છે. એસજીએફઆઈ અન્ડર-11, અન્ડર-14, અન્ડર-17 અને અન્ડર-19 કેટેગરીની ઈવેન્ટ કરાવે છે. આ દરમિયાન ફેડરેશનની ચૂંટણી જૂનમાં થવાની હતી, પરંતુ કોરોનાના કારણે નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે. 

આ 24 સ્પોર્ટ્સને મુખ્ય યાદીમાં સામેલ કરાઈ છે

  • આ છે હાઈ પ્રાયોરિટી ગેમ્સ: એથ્લેટિક્સ, બેડમિન્ટન, આર્ચરી, બોક્સિંગ, હોકી, શૂટિંગ, ટેનિસ, વેઈટ લિફ્ટિંગ અને રેસલિંગ. 
  • આ છે પ્રાયોરિટી ગેમ્સ: બાસ્કેટ બૉલ, વૉલીબોલ, હેન્ડબૉલ, રોડ સાઈકલિંગ, ટ્રેક સાઈકલિંગ, ફૂટબોલ, જિમ્નાસ્ટિક, જુડો, ટેકવૉન્ડો, વુશુ, સ્ક્વૉશ, સ્વીમિંગ-ડાઈવિંગ, ટેબલ ટેનિસ, કબ્બડી, ચેસ અને સેપક ટકરા.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો