• Home
  • Sports
  • Because of Corona English Premier League may be cancelled, all 20 clubs will lose more than 10 thousand crores

ફૂટબોલ / કોરોનાના કારણે રદ્દ થઈ શકે છે ઇંગ્લિશ પ્રીમિયર લીગ, બધી 20 ક્લબોને 10 હજાર કરોડથી વધુનું નુકસાન થશે

કોરોના વાઈરસની મહામારી પછી પહેલીવાર મંગળવારે જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મયૂનિખે ટ્રેનિંગ શરૂ કરી દીધી.
કોરોના વાઈરસની મહામારી પછી પહેલીવાર મંગળવારે જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મયૂનિખે ટ્રેનિંગ શરૂ કરી દીધી.
X
કોરોના વાઈરસની મહામારી પછી પહેલીવાર મંગળવારે જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મયૂનિખે ટ્રેનિંગ શરૂ કરી દીધી.કોરોના વાઈરસની મહામારી પછી પહેલીવાર મંગળવારે જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મયૂનિખે ટ્રેનિંગ શરૂ કરી દીધી.

  • કોરોના વાઈરસના કારણે યુરોપિયન ફૂટબોલની પાંચ પ્રમુખ લીગ માર્ચથી જ સ્થગિત છે
  • સૌથી વધુ કમાઈ કરનાર ઇંગ્લિશ પ્રીમિયર લીગ એપ્રિલ સુધી સ્થગિત, તેની ન રમાવવાની સંભાવના વધુ 

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 10:32 AM IST

કોરોના વાઈરસના કારણે યુરોપિયન ફૂટબોલની પાંચ પ્રમુખ લીગ માર્ચથી જ સ્થગિત છે. તેમના શરૂ થવાની કોઈ સંભાવના નથી. સૌથી વધુ કમાઈ કરનાર ઇંગ્લેન્ડની પ્રીમિયર લીગની વાત કરીએ તો તે એપ્રિલ સુધી સ્થગિત છે. અત્યારની પરિસ્થિતિમાં તેના સ્ટેક હોલ્ડર્સનું કહેવું છે કે લીગની હાલની સીઝન કદાચ જ સમાપ્ત થાય. બધી 20 ટીમોની 9-10 મેચ બાકી છે. જો લીગની બાકીની સીઝન રદ્દ થાય તો ક્લબોને નફામાં નુકસાની થઈ શકે છે. સૌથી વધુ નુકસાન માન્ચેસ્ટર યુનાઇટેડને લગભગ 1080 કરોડ રૂપિયાનું થશે. 

જ્યારે કોરોના વાઈરસ મહામારી પછી પહેલીવાર મંગળવારે બધી જર્મન ફૂટબોલ કલબે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. 13 માર્ચથી લીગના મુકાબલા થઈ રહ્યા નથી. બધી ટીમો નાના નાના ગ્રુપમાં ટ્રેનિંગ કરી રહી છે. ફ્રેન્કફર્ટના ખેલાડીઓ માત્ર ત્રણના ગ્રુપમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. કારણકે ત્યાંના અમુક ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

બંને માન્ચેસ્ટર કલબે પોતાના સ્ટાફને પૂરી સેલેરી આપી
હાલમાં એવા સમાચાર આવ્યા હતા કે, લોકડાઉનના કારણે લીગના અમુક ક્લબ સ્ટાફને સેલેરી નહિ આપે અથવા ઓછી આપશે તેવી વાત ચાલી રહી હતી. લિવરપૂલે કહ્યું હતું કે, તે નોન-પ્લેઇંગ સ્ટાફને અસ્થાઈ રજા પર મોકલી દેશે, જેથી સેલેરી ન આપવી પડે. ફેન્સે તેના આ નિર્ણયની ટીકા કરી હતી. ત્યારબાદ ક્લબ લિવરપૂલે સરકારની જોબ રિટેનશન સ્કીમ હેઠળ સ્ટાફને 80% સેલેરી આપવાનો નિર્ણય કર્યો. માન્ચેસ્ટર યુનાઇટેડ અને માન્ચેસ્ટર સિટી પોતાના સ્ટાફને પૂરી સેલેરી આપી રહ્યા છે. આર્સેનલે પણ એપ્રિલ સુધી પૂરી સેલેરી આપવાનો નિર્ણય કર્યો છે. તે પછી જેવી પરિસ્થિતિ હશે, તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. વાટફોર્ડ, વેસ્ટહેમ, બર્નલે, ક્રિસ્ટલ પેલેસ સહિત ઘણી ક્લબો પોતાના સ્ટાફને પૂરી સેલેરી આપી રહી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી