• Gujarati News
  • Sports
  • Became The First Indian To Win A Diamond League Final; Won Gold By Throwing 88.44 Meters

નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, જુઓ VIDEO:ડાયમંડ લીગ ફાઇનલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો; 88.44 મીટર થ્રો કરીને જીત્યો ગોલ્ડ

એક મહિનો પહેલા

ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ સર્જ્યો છે. તેણે પહેલીવાર ડાયમંડ લીગમાં ગોલ્ડ જીત્યો છે. ઝ્યૂરિખમાં યોજાયેલા ડાયમંડ લીગની ફાઈનલમાં તેણે 88.44નો બેસ્ટ થ્રો કરીને પ્રથમ સ્થાને રહ્યો હતો. આ અગાઉ નીરજે વર્ષ 2017 અને 2018ના ફાઈનલમાં પણ ક્વોલિફાય કર્યુ હતું. ત્યારે તે 2017મનાં સાતમા અને 2018માં ચોથા સ્થાને રહ્યો હતો.

શરૂઆત ખરાબ રહી
નીરજની શરૂઆત ખરાબ રહી હતી અને તેનો પહેલો થ્રો ફાઉલ રહ્યો હતો. આ પછી તેણે પોતાના બીજા પ્રયાસમાં 88.44 મીટરનો થ્રો કર્યો હતો. અને અન્ય થ્રોઅરથી લીડ મેળવી લીધી હતી. તેણે ત્રીજા પ્રયાસમાં 88.00 મીટર અને ચોથા પ્રયાસમાં 86.11 મીટર, પાંચમા પ્રયાસમાં 87.00 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર થ્રો કર્યો હતો.

નીરજનો પહેલો થ્રો ફાઉલ થયો હતો. જોકે તેણે બીજા પ્રયાસમાં જ 88.44 મીટર થ્રો કરીને ગોલ્ડ જીત્યો હતો.
નીરજનો પહેલો થ્રો ફાઉલ થયો હતો. જોકે તેણે બીજા પ્રયાસમાં જ 88.44 મીટર થ્રો કરીને ગોલ્ડ જીત્યો હતો.

જેકબ વાડલેચ બીજા સ્થાને
ચેક રિપબ્લિકના જેકબ વાડલેચ 86.94 મીટરના બેસ્ટ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. તો જર્મનીના જુલિયન વેબર 83.73 મીટરના બેસ્ટ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. આ અગાઉ નીરજેએ 2021માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 2018માં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. જ્યારે આ વર્ષે યોજાયેલા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

નીરજે આ વર્ષે જ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
નીરજે આ વર્ષે જ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ઈજા પહોંચી હોવા છતાં હાર ના માની
નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈજાગ્રસ્ત થયો હતો, જેને કારણે તે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. ત્યારે તેણે કમબેક કરતાં ડાયમંડ લીગના ફાઈનલમાં પહોંચનારો તે એકમાત્ર ભારતીય ખેલાડી હતો. આ પહેલાં ડિસ્કસ થ્રોમાં ગૌડા ડાયમંડ લીગ મીટમાં ટોપ થ્રીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બન્યો હતો. આમ તો તેના કરિયરનો બેસ્ટ થ્રો 89.94 મીટર છે. આ તેણે સ્ટોકહોમ ડાયમંડ લીગ 2022માં થ્રો કર્યો હતો.