હોકીમાં ભારતે જીતની હેટ્રિક મારી:એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાપાનને 6-0થી હરાવ્યું, હરમનપ્રિતનું શાનદાર પ્રદર્શન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી રાઉન્ડ-રોબિન મેચમાં ઈન્ડિયન ટીમે શાનદાર પ્રદર્શન દાખવી જાપાનને એકતરફી મેચમાં હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 6-0થી જાપાનને હરાવી જીતની હેટ્રિક મારી છે. પાકિસ્તાન પછી જાપાન વિરૂદ્ધ પણ હરમનપ્રીતે શાનદાર પ્રદર્શન કરી 2 ગોલ માર્યા હતા.

ઈન્ડિયન ટીમે બેક ટુ બેક ગોલ કર્યા

  • હરમનપ્રીત સિંહે મેચની 34મી મિનિટમાં શાનદાર ટેકનીક સાથે ગોલ કરી ભારતને 3-0થી આગળ કરી દીધું હતું.
  • મેચની 46મી મિનિટમાં સુમિતે જાપન વિરૂદ્ધ ચોથો ગોલ કરી ભારતને શાનદાર લીડ અપાવી દીધી હતી.
  • મેચ પૂરી થવામાં સાત મિનિટ બાકી હતી ત્યારે હરમનપ્રીત સિંહે પાંચમો ગોલ કરી ભારતને 5-0થી આગળ કરી દીધું હતું.
  • હરમને આ મેચમાં પણ 2 ગોલ કર્યા હતા. ઈન્ડિયન ટીમે જાપાનને મેચમાં કમબેક કરવાની એકપણ તક આપી નહોતી.

ભારતે મારી જીતની હેટ્રિક
આ ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત સારી નહોતી રહી. પહેલી મેચમાં કોરિયા વિરૂદ્ધ સ્કોર 2-2થી ડ્રો રહ્યો પરંતુ ત્યારપછી આપણી હોકી ટીમે શાનદાર બાઉન્સ બેક કર્યું હતું. આ ટૂર્નામેન્ટની બીજી મેચમાં ઈન્ડિયન ટીમે બાંગ્લાદેશને 9-0થી હરાવ્યું હતું અને ત્યારપછી પાકિસ્તાનને પણ 3-1થી હરાવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતનો ડંકો વગાડ્યો હતો. તેવામાં આજે રવિવારે જાપાનને હરાવી ઈન્ડિયન ટીમે જીતની હેટ્રિક મારી છે.

ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની આ મેચમાં જીત સાથે ભારતના 10 પોઈન્ટ થઈ ગયા છે. આની સાથે જ ટીમ ઈન્ડિયાએ સેમીફાઇનલની ટિકિટ પણ મેળવી લીધી છે. હવે મંગળવારે સેમીફાઇનલ મેચમાં ઈન્ડિયન ટીમની મેચ ક્વોલિફાયર-4ની ટીમ સાથે થશે.

અન્ય સમાચારો પણ છે...