T-20ના ધબડકા પછી BCCI એક્શનમાં:ચેતન શર્મા સહિત આખી સિલેક્શન કમિટીને ઘર ભેગી કરી, 28 સુધી નવા સિલેક્ટર્સ માટે એપ્લિકેશન માગી

14 દિવસ પહેલા

ટી-20 વર્લ્ડ કપ 2022ની હાર પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આકરા પગલાં લીધા છે. બીસીસીઆઈએ સિલેક્શન કમિટીના ચેરમેન ચેતન શર્મા સહિત આખી ટીમને ઘર ભેગી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ખાલી પડેલી જગ્યા માટે બીસીસીઆઈએ નવું આવેદન પત્ર પણ જાહેર કરી દીધું છે. ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી ટીમ સિલેક્શન પર સવાલો ઉઠી રહ્યા હતા. હવે બોર્ડે પહેલું મોટું પગલું ભર્યું છે.

સિલેક્શન કમિટીને માહિતી પણ ન આપી
ESPN Cricinfoના અહેવાલ મુજબ જ્યારે BCCIએ શુક્રવારે આ નિર્ણય લીધો ત્યારે તેની માહિતી સિલેક્શન કમિટીને આપવામાં આવી ન હતી. ત્યારે મુખ્ય સિલેક્ટર અને તેમના સાથી સિલેક્ટર્સ દેશના જુદા જુદા શહેરોમાં રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફીની મેચ જોઈ રહ્યા હતા. બોર્ડે સિલેક્શન કમિટીને બરતરફ કરવાનું કોઈ કારણ નથી આપ્યું, પરંતુ એવું માનવામાં આવે છે કે સતત બે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન તેનું કારણ હોઈ શકે છે.

નવી પસંદગી સમિતિ માટે અરજીઓ મંગાવી
પસંદગી સમિતિમાં ચાર સભ્યો હતા અને તેના વડા એટલે કે મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા હતા. ચેતનના જમાનામાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. 2021 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા નોક આઉટ સ્ટેજ સુધી પણ પહોંચી શકી નથી. આ સિવાય તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પસંદગી સમિતિમાં ચેતન ઉપરાંત હરવિંદર સિંહ, સુનીલ જોશી અને દેવાશિષ મોહંતી હતા. આમાંથી કેટલાક 2020માં અને કેટલાક 2021માં પસંદગીકારો બન્યા હતા. સામાન્ય રીતે વરિષ્ઠ પસંદગી સમિતિનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પસંદગી સમિતિને બરતરફ કરવાનો નિર્ણય શુક્રવારે બોર્ડની એજીએમમાં ​​લેવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાની આ વર્લ્ડ કપમાં સફર

તારીખVSવેન્યૂરિઝલ્ટ
23 ઓક્ટોબરપાકિસ્તાનમેલબોર્ન4 વિકેટથી જીત્યું
27 ઓક્ટોબરનેધરલેન્ડ્સસિડની56 રનથી જીત્યું
30 ઓક્ટોબરસાઉથ આફ્રિકાપર્થ5 વિકેટથી હાર્યું
02 નવેમ્બરબાંગ્લાદેશએડિલેડ5 રનથી જીત્યું
06 નવેમ્બરઝિમ્બાબ્વેમેલબોર્ન71 રનથી જીત્યું
10 નવેમ્બર (સેમિફાઈનલ)ઇંગ્લેન્ડએડિલેડ10 વિકેટથી હાર્યું

ધોનીને મહત્વની ભૂમિકા મળી શકે છે

BCCI વર્લ્ડ કપ ટાઈટલ વિના દેશમાં પરત ફરેલી T20 ટીમને બદલવાની યોજના બનાવી રહી છે. 2007નો ખિતાબ જીતનાર મહેન્દ્ર સિંહ ધોનીની પણ બોર્ડની યોજનામાં ભૂમિકા છે. ટી20 ટીમને આક્રમક બનાવવા માટે બોર્ડ ધોનીને ફરીથી ટીમમાં સામેલ કરી શકે છે. બોર્ડે ધોનીને ટી20 વર્લ્ડ કપ 2021માં મેન્ટર તરીકે ટીમ સાથે મોકલ્યો છે. ધ ટેલિગ્રાફના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, BCCI એવી ટીમ બનાવવા માંગે છે જે ઈંગ્લેન્ડની જેમ નીડર ક્રિકેટ રમે. આમાં તે ધોનીની એક્સપર્ટ સ્કિલ્સની મદદ લેવાનું વિચારી રહ્યો છે અને ટૂંક સમયમાં નિર્ણય લેશે.

T20 અને વનડે ટીમ અલગ-અલગ બની શકે છે
બીસીસીઆઈ ઈંગ્લેન્ડની તર્જ પર અલગ-અલગ મર્યાદિત ઓવરો અને ટેસ્ટ ટીમ બનાવવા પર વિચાર કરી રહી છે. એટલું જ નહીં, આ ટીમ માટે અલગ-અલગ કોચિંગ સ્ટાફની પણ નિમણૂક કરી શકાય છે. આ મહિને અલગ કોચ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

બોર્ડની નજરમાં 2023 વનડે વર્લ્ડ કપ, 2024 T20 વર્લ્ડ કપ
2023માં ODI વર્લ્ડ કપ માત્ર ભારતમાં જ રમાશે. આ પછી 2024માં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આવી સ્થિતિમાં ODI માટે લગભગ 1 વર્ષ અને T20 વર્લ્ડ કપ માટે 2 વર્ષ બાકી છે. ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે આ બંને વર્લ્ડ કપ માટે નવી ટીમ તૈયાર કરવામાં આવે. આ માટે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...