• Home
  • Sports
  • BCCI president Sourav Ganguly donates Rs 50 lakh rice to help needy people

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી જરૂરીયાતમંદ લોકોને સહાય કરવા 50 લાખ રૂપિયાના ચોખાનું દાન કરશે

X

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 04:07 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી 21 દિવસના લોકડાઉનથી પ્રભાવિત લોકોની મદદ કરવા આગળ આવ્યા છે.  તેમણે આ મુશ્કેલ સમયે 50 લાખ રૂપિયાના રાઈસ (ચોખા) દાન આપવાનું વચન આપ્યું છે. બંગાળની ક્રિકેટ એસોસિએશન દ્વારા એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છે કે, "ગાંગુલી અને લાલ બાબા રાઈસ કંપની આ સમયે જેમને સૌથી વધુ જરૂર છે, તેમની મદદ કરશે. તેઓ સલામતી અને સુરક્ષા માટે સરકારી શાળાઓમાં મુકાયેલા જરૂરીયાતમંદ લોકોને સહાય પૂરી પાડશે."

ક્રિકેટ બંગાળે વધુ ઉમેરતા કહ્યું કે, "આશા છે કે ગાંગુલીની આ પહેલ રાજ્યના અન્ય નાગરિકોને આપણા રાજ્યની પ્રજાની સેવા માટે સમાન પહેલ કરવા પ્રોત્સાહિત કરશે."

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી