તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • BCCI Officials Were Trying To Save The IPL By Injuring The Infected Players, A Scuffle Broke Out When Virat's Team Refused To Play.

ભાસ્કર EXCLUSIVE:સંક્રમિત ખેલાડીઓને ઈજાગ્રસ્ત ગણાવીને IPL બચાવવાના પ્રયાસમાં હતા BCCIના અધિકારી, વિરાટની ટીમે રમવાનો ઈનકાર કર્યો તો ભાંડો ફુટ્યો

3 મહિનો પહેલાલેખક: રાજકિશોર
  • કૉપી લિંક
  • અનેક ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થઈ જવાને કારણે IPL-2021ની 14મી સીઝન અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

અનેક ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થઈ જવાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2021)ની 14મી સીઝન અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ખેલાડીઓના વધતા સંક્રમણના વાતાવરણમાં અનેક ટીમોએ મેચ ખેલવાનો ઈનકાર કરી દિધો હતો. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ કેટલાંક મોટો અધિકારી સંક્રમણના મામલાઓ દબાવવાની તૈયારીમાં હતા, કે જેથી લીગ પુરી કરાવી શકાય.

RCBએ આપી ખેલાડીઓની સુરક્ષાને પ્રાથમિકતા
IPLમાં 3 મેનાં રોજ અમદાવાદમાં વિરાટ કોહલીની કે્ટનશિપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ રમાવવાની હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેચના એક દિવસ પહેલાં જ KKRના બે ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પોઝિટિવ થઈ ગયા. બોર્ડના કેટલાંક મોટા અધિકારી ઈચ્છતા હતા કે તેઓને આઈસોલેટ કરીને તેવા સમાચાર સામે લાવો કે બંને ઈજાગ્રસ્ત છે. આ વાત RCB સુધી પહોંચી ગઈ અને ટીમના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેચ ખેલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દિધો. જે બાદ BCCI અને IPLની ગવર્નિગ કાઉન્સિલે મેચ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો.

ફરી વધતી ગઈ સંક્રમિતોની સંખ્યા
4 મેનાં રોજ દિલ્હીમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાવવાની હતી. આ મેચ પહેલાં SRHના ઋદ્ધિમાન સાહા કોરોના પોઝિટિ થઈ ગયો. સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બે અન્ય સપોર્ટ સ્ટાફનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો . બાદમાં CSKના માઈક હસી પણ સંક્રમિત થઈ ગયા. જે બાદ હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે થનારી મેચને સ્થગિત કરી દેવામાં આવી હતી.

ફ્રેન્ચાઈઝની સાથે થયેલી બેઠકમાં પણ IPLને બચાવવાના થયા હતા પ્રયાસ
અનેક ખેલાડીઓ સંક્રમિત થયા બાદ BCCI અને IPL ફ્રેન્ટાઈઝની બેઠક મળી હતી. સૂત્ર જણાવે છે કે બેઠકમાં પણ બોર્ડના કેટલાંક અધિકારી લીગ યથાવત રાખવા માટે દબાણ કરી રહ્યાં હતા, પરંતુ RCBના મેનેજમેન્ટની સાથેસાથે મુંબઈ ઈન્ડિયન્સના આકાશ અંબાણી અને દિલ્હી કેપિટલ્સના પાર્થ જિંદલે તેને તાત્કાલિક સ્થગિત કરવાના પક્ષમાં અડગ રહ્યાં. ત્યારે જઈને લીગને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

પાંચ દિવસ પહેલાંથી હતા કોરોનાના લક્ષણ
દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા અને સનરાઈઝર્સ હૈદરાબાદના ઋદ્ધિમાન સાહા પોઝિટિવ થયાની સુચના મંગળવારે સાર્વજનિક થઈ. સૂત્રોએ જણાવ્યું કે સમાચાર ભલે જ મંગળવારે જ આવ્યા હોય, પરંતુ તેમાં કોરોનાના લક્ષણ 5 દિવસથી જોવા મળતા હતા. સનરાઈઝર્સે રાજસ્થાન વિરૂદ્ધની મેચમાં આ કારણે જ સાહાને પ્લેઈંગ-11માં સામેલ કર્યો ન હતો.