ગોલ્ડન બોય IPLમાં છવાયો:BCCIએ ટોક્યો ઓલિમ્પિકના હીરોઝનું સન્માન કર્યું, નીરજ ચોપરાને 1 કરોડ રૂપિયા આપ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
BCCIએ નીરજ ચોપરાને 1 કરોડ રૂપિયા આપ્યા - Divya Bhaskar
BCCIએ નીરજ ચોપરાને 1 કરોડ રૂપિયા આપ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં BCCIએ ટોક્યો ઓલિમ્પિક વિજેતાઓનું ખાસ સન્માન કર્યું હતું. BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સહિત અન્ય અધિકારીની હાજરીમાં દરેક એથલીટને ઈનામ પેઠે ખાસ રકમ ભેટ આપી છે. તેવામાં ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાને બોર્ડે 1 કરોડી રૂપિયા આપ્યા છે.

નીરજ ચોપરા સિવાય BCCIએ મીરાબાઈ ચાનુને 50 લાખ, બજરંગ પૂનિયાને 25 લાખ, લવલિના, પીવી સિંધૂને 25-25 લાખ અને સમગ્ર હોકી ટીમને 1.25 કરોડ રૂપિયા આપ્યા હતા.

લવલિનાને BCCIએ 25 લાખ રૂપિયા આપ્યા
લવલિનાને BCCIએ 25 લાખ રૂપિયા આપ્યા
સમગ્ર ભારતીય હોકી ટીમને BCCIએ 1 કરોડ 25 લાખ રૂપિયા આપ્યા
સમગ્ર ભારતીય હોકી ટીમને BCCIએ 1 કરોડ 25 લાખ રૂપિયા આપ્યા

તમને જણાવી દઈએ કે 2021માં જાપાનના ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા, જેમાં નીરજ ચોપરાનો ગોલ્ડ મેડલ પણ સામેલ છે. આના સિવાય ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...