તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાર્સિલોનાના બોરુસિયા ડોર્ટમંડના સ્ટ્રાઈકર ઓસમેન ડેમ્બેલેને ખરીદવા માટે રૂ. 696 કરોડની ઓફરનો નિર્ણય કરાયો હતો. ક્લબ કોઈ પણ કિંમતે તેનાથી વધુ ખર્ચ કરવા નથી ઈચ્છતી, પરંતુ ડોર્ટમંડની પણ પોતાની વ્યૂહનીતિ હતી. આ અંગે મીટિંગ થઈ ત્યારે ડોર્ટમંડે બાર્સિલોનાના બજેટમાં બમણી રકમ માંગી. એટલે કે આશરે રૂ. 1400 કરોડ.
આ રકમ સાંભળતા બાર્સિલોનાના અધ્યક્ષ જોસેપ મારિયા બાર્ટોમુ પણ અચંબિત થઈ ગયા હતા. જોકે, તેઓ ડીલ કરવા ઈચ્છતા હોવાથી રૂ. 921 કરોડની સાથે રૂ. 363 કરોડ બોનસનો પ્રસ્તાવ મૂક્યો. સ્પેનિશ ક્લબ પાસે કોઈ વિકલ્પ ન હતો કારણ કે, થોડા દિવસ પહેલા જ નેમાર ક્લબ છોડીને પીએસજી સાથે જોડાઈ ચૂક્યો હતો.
બાર્સિલોના વર્ષ 2000 પછી 10 લા લિગા અને 4 ચેમ્પિયન્સ લિગ જીતી ચૂકી છે. તેમના પાસે ઈતિહાસના સૌથી મોટા ખેલાડીઓમાંનો એક લિયોનેસ મેસી છે. બાર્સિલોના વિશ્વની એકમાત્ર ક્લબ છે, જેની આવક એક બિલિયન ડૉલર પહોંચી ગઈ હતી. પરંતુ ખરાબ મેનેજમેન્ટ અને અયોગ્ય નિર્ણયોના કારણે ટીમની સ્થિતિ બગડી રહી છે. ક્લબ પોતાની કમાણીનો 74% હિસ્સો એટલે કે આશરે રૂ. 5600 કરોડ સેલરી પાછળ ખર્ચે છે. કોઈ પણ ક્લબ સેલરી પર તેની કમાણીના 60%થી વધુ ખર્ચ નથી કરતી.
કોરોનાના કારણે બાર્સિલોનાનું અનુમાનિત નુકસાન રૂ. 1800 કરોડ છે. ક્લબના પૂર્વ ઈકોનોમિક અફેર્સ વાઈસ પ્રેસિડેન્ટ જોર્ડી મોઈક્સનું માનીએ તો આ નુકસાન રૂ. 4300 કરોડે પહોંચી શકે છે. તેનાથી ખેલાડીઓની સેલરીમાં ઘટાડો શક્ય છે. માર્કેટ નિષ્ણાતો તો મેસીને પણ ઓવર-પેઈડ માની રહ્યા છે. 7 માર્ચે ક્લબના નવા પ્રેસિડેન્ટ પસંદ કરાશે. મોઈક્સનું માનવું છે કે, ‘આ તમામ ઉમેદવાર પોતાને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢનારા માને છે, પરંતુ આ ખૂબ જ મુશ્કેલ કામ છે.’
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.