તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Barcelona Will Face Juventus For The Second Time This Year, With Messi's Team Ahead In Every Respect

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેસી અને રોનાલ્ડો આવતીકાલે સામસામે:આ વર્ષે બાર્સેલોના બીજીવાર યુવેન્ટ્સ સામે ટકરાશે, મેસીની ટીમ દરેક મામલે આગળ

બાર્સેલોના4 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુરોપિયન UEFA ચેમ્પિયન્સ લીગમાં ફૂટબોલ જગતના બે દિગ્ગજ લિયોનલ મેસી અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ટકરાશે. મેસીની બાર્સેલોના અને રોનાલ્ડોની યુવેન્ટ્સ વચ્ચેની મેચ મંગળવારે રાત્રે 1:30 વાગે શરૂ થશે. આ મેચ સ્પેનના બાર્સેલોના શહેર કૈપ નાઉ સ્ટેડિયમમાં રમાશે.

બંને ટીમો ચેમ્પિયન્સ લીગના ગ્રુપ-Gમાં છે અને આ સીઝનમાં બીજીવાર એકબીજા સામે ટકરાશે. ગઈ વખતે 29 ઓક્ટોબરના રોજ બાર્સેલોનાએ યુવેન્ટ્સને 2-0થી હરાવ્યું હતું. આ મેચમાં મેસીએ પેનલ્ટીને કન્વર્ટ કરીને ગોલ કર્યો હતો. જ્યારે કોરોના પોઝિટિવ હોવાથી રોનાલ્ડો આ મેચ રમ્યો નહોતો. બાર્સેલોના ગ્રુપ-Gમાં ટોપ પર યથાવત છે.

સુપર-16 માટે બંને ટીમોએ ક્વોલિફાય કરી લીધું છે
બંને ટીમો પહેલેથી જ સુપર-16 માટે ક્વોલિફાય કરી લીધું છે. ભલે ગ્રુપ પોઈન્ટ્સ ટેબલમાં બાર્સેલોના ટોપ પર હોય, પરંતુ આ મેચમાં જો યુવેન્ટ્સ 2 અથવા તેના કરતા વધુ ગોલના અંતરથી જીતે છે તો તે ટોપ પર પહોંચી જશે.

આ પણ વાંચો: પ્રેક્ટિસ મેચ:બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા-A 286/8, ઇન્ડિયા-A થી 39 રન આગળ, કેમરન ગ્રીને સેન્ચુરી મારી

યુવેન્ટ્સ સામે બાર્સેલોનાનો હાથ ઉપર
લીગમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 10 મેચ રમાઈ છે. તેમાંથી બાર્સેલોનાએ 4 અને યુવેન્ટ્સે 2 મેચ જીતી છે . 4 મેચ ડ્રો રહી છે. બાર્સેલોનાએ યુવેન્ટ્સની સરખામણીએ વધુ ગોલ પણ કર્યા છે. બંને વચ્ચેના મુકાબલામાં 20 ગોલ થયા છે, જેમાંથી બાર્સેલોનાએ 12 અને યુવેન્ટ્સે 8 ગોલ કર્યા છે.

બાર્સેલોના 5 વાર ચેમ્પિયન્સ લીગ જીત્યું
UEFA ચેમ્પિયન્સ લીગમાં બાર્સેલોના 5 વાર ટાઇટલ જીત્યું છે. ટીમ 1992, 2006, 2009, 2011 અને 2015માં ચેમ્પિયન બની છે. જ્યારે યુવેન્ટ્સની ટીમ 2 વાર 1985 અને 1996માં ચેમ્પિયન બની હતી. રિયલ મેડ્રિડની ટીમ સૌથી વધુ 13 વાર ચેમ્પિયન બની છે.

છેલ્લા 11 બેલોન ડી'ઓર એવોર્ડ મેસી-રોનાલ્ડોએ જ જીત્યા
મેસી 2 ડિસેમ્બરે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલર પસંદ થયો હતો. પેરિસમાં થયેલ સમારોહમાં તેણે રેકોર્ડ છઠ્ઠી વાર બેલોન ડી'ઓર એવોર જીત્યો. આ મામલે પણ તેણે રોનાલ્ડો (5 વાર)ને પાછળ છોડી દીધો. જોકે, છેલ્લા 11 બેલોન ડી'ઓર એવોર્ડ માત્ર મેસી અને રોનાલ્ડોએ જ જીત્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો