2 વખતની કોમનવેલ્થ ગેમ્સની મેડલિસ્ટ વેટલિફ્ટર ખુમુકચમ સંજીતા ચાનૂ ડોપ ટેસ્ટમાં ફેઇલ થઈ ગઈ છે. તેના સેમ્પલમાં એનાબોલિત સ્ટેરોઇડ ડ્રોસ્ટાનોલોન લેવા માટે દોષીત જાહેર થઈ છે. રિપોર્ચ પોઝિટિવ આવ્યા પછી ચાનૂએ છેલ્લા વર્ષે નેશનલ ગેમ્સમાં જીતેલા મેડલ પણ પાછા લઈ લેવામાં આવશે.
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ હાલ તેને કોઈપણ ઇવેન્ટ રમવા પર મનાઈ ફરમાવી દીધી છે. આ બેન સેમ્પલ લીધા તે દિવસથી લાગૂ કરી દીધો છે.
ગુજરાતમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આયોજીત નેશનલ ગેમ્સ વખતે ડોપ ટેસ્ટ માટે મણિપુરની સંજીતાનો પણ સેમ્પલ લેવામાં આવ્યો હતો. તેના સેમ્પલમાં પ્રતિબંધિત ડોસ્ટાનોલોન મળ્યું હતું. ચાનૂને મહિલાઓની 49 કિગ્રા વેટ કેટેગરીમાં સિલ્વર જીતી હતી. જ્યારે ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ જીત્યો હતો.
સંજીતાના મામલે સુનાવણી NADAની ડિસ્પલનરી પેનલ કરશે અને દોષિત સાબિત થતાં તેના પર 4 વર્ષેનો પ્રતિબંધ પણ લાગી શકી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ જીતી ચૂકી છે ચાનૂ
સંજીતા 2 વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. તેણે કોમનવેલ્થ ગેમ્સ 2014માં 48 કિગ્રા વેટ કેટેગરીમાં પહેલો ગોલ્ડ જીત્યો હતો અને બીજો ગોલ્ડ તેણે 2018માં 53 કિગ્રા વેટ કેટેગેરીમાં જીત્યો હતો. તેણે સ્નેચ ઇવેન્ટમાં 84 કિગ્રા વેટ ઊઠાવીને કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ બનાવ્યો હતો.
પહેલા પણ ફસાઈ ચૂકી છે ડોપમાં
સંજીતા 2018માં પણ ડોપ ટેસ્ટમાં ફેઇલ થઈ ચૂકી છે. 2018માં મેમાં થયેલા ડોપ ટેસ્ટમાં તેના સેમ્પલમાં ટેસ્ટોસ્ટેરોન આવ્યું હતું. ઈન્ટરનેશનલ વેટલિફ્ટિંગ ફેડરેશને તેને કરી દીધી હતી. જોકે 2020માં તે આ આરોપોમાંથી મુક્ત થઈ ગઈ હતી. ઈન્ટરનેશનલ ફેડરેશનનું માનવું છે કે તેના સેમ્પલ સાથે છેડ-છાડ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.