ટ્રાઈ સિરીઝ / બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું, તમીમે અર્ધસદી ફટકારી

Bangladesh beat West Indies by 8 wickets, Tamim misses ton by 20 runs

  • વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં 9 વિકેટ ગુમાવી 261 રન કર્યા, હોપે સતત બીજી મેચમાં સદી ફટકારી
  • જવાબમાં બાંગ્લાદેશે 45મી ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો

divyabhaskar.com

May 08, 2019, 05:45 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓપનર તમીમ ઇકબાલની 80 રનની ઇનિંગ્સના સહાયથી બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું હતું. બાંગ્લાદેશની આ ટ્રાઈ સિરીઝમાં પહેલી જીત હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે 9 વિકેટ ગુમાવીને 261 રન કર્યા હતા. શાઈ હોપે સતત બીજી મેચમાં સદી ફટકારતા 109 રન કર્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે 45મી ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ ટ્રાઈ સિરીઝમાં આયર્લેન્ડ ત્રીજી ટીમ છે.

લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશ માટે તમીમ અને સરકારે પ્રથમ વિકેટ માટે 144 રન જોડ્યા હતા. સરકારે 73 રનની ઇનિંગ્સ રમી હતી. તેના આઉટ થયા પછી તમીમે બીજી વિકેટ માટે શાકિબ(61*) સાથે 52 રનની ભાગીદારી કરી હતી અને વિન્ડીઝને મેચમાં પરત ફરવાની કોઈ તક આપી ન હતી.

X
Bangladesh beat West Indies by 8 wickets, Tamim misses ton by 20 runs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી