• Gujarati News
  • Sports
  • Bajrang Punia's Wrestling Match At 3:30 PM, PV Sindhu Will Compete In The Pre quarter Finals At 6 PM.

કોમનવેલ્થ ગેમ્સનો 8મો દિવસ:કુસ્તીમાં ગોલ્ડન હેટ્રિક; દીપક પુનિયાએ પાકિસ્તાનના મોહમ્મદ ઈનામને આપી હાર; બજરંગ-સાક્ષી પણ જીત્યા

6 દિવસ પહેલા

કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય રેસલર્સનો દબદબો જોવા મળ્યો છે.કુસ્તીમાં ભારતને ત્રણ ગોલ્ડ મળ્યા છે. દીપક પુનિયાએ 86 KG ફ્રીસ્ટાઈલમાં પાકિસ્તાનના મોહમ્મદ ઈનામને 3-0થી પરાજય આપ્યો છે. આ અગાઉ સેમીફાઈનલ સ્પર્ધામાં કેનેડાના મુરેને 3-1થી પરાજય આપ્યો હતો, ક્વાર્ટર ફાઈનલમાં દીપકે શેકૂ કસસેગબામાને 10-0થી પરજાય આપ્યો હતો.સાક્ષી મલિકે પણ 62 KG ફ્રીસ્ટાઈલની ફાઈનલમાં કેનેડાની ગોડિનેઝ ગોંજાલેઝને પરાજય આપ્યો છે.

આ અગાઉ સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ 65KG ફ્રીસ્ટાઈલની ફાઈનલમાં કેનેડાના લચલન મેકનીલને 9-2થી પરાજય આપ્યો હતો.આ પૂર્વે તેમણે સેમીફાઈનલની સ્પર્ધામાં ઈગ્લેન્ડના જ્યોર્જ રૈમને 10-0થી પરાજય આપ્યો હતો. વર્ષ 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં પણ બજરંગે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. દિવ્યા કાકરાને પોતાનો બ્રોંઝ મેડલ માટેની સ્પર્ધા ફક્ત 30 સેકન્ડમાં જ જીતી લીધી હતી. આ સાથે કુસ્તીમાં ભારતને 5 મેડલ મળ્યા છે.

અંશુ મલિકે મહિલાઓની 57 KGની વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો
આ અગાઉ અંશુ મલિકે મહિલાઓની 57 KGની વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તો ગોલ્ડ મેડલ નાઈઝીરિયાની ઓડ્ડુનાયો અદેકુઆરોયે પોતાના નામે કર્યો. તેને ફાઈનલમાં અંશુને 7-3થી હરાવી. આ પહેલાં અંશુએ સેમીફાઈનલમાં શ્રીલંકાની નેથમી પોરુથોટાગેને 1 મિનિટ 4 સેકન્ડમાં 10-0થી હરાવી હતી. તો ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ઈરેન સિમોનોડિસને 64 સેકન્ડમાં હરાવીને તે સેમીફાઈનલમાં પહોંચી હતી.

ગોલ્ડ મેડલનો મુકાબલો હાર્યા બાદ અંશુ મલિક
ગોલ્ડ મેડલનો મુકાબલો હાર્યા બાદ અંશુ મલિક
મેચ જીત્યા પછી અંશુ મલિક.
મેચ જીત્યા પછી અંશુ મલિક.

બેડમિંટન: કિદાંબી શ્રીકાંત ​​​​જીત મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં

ભારતના બેડમિંટનના મેન્સ સિંગલ્સના મેચમાં કિદાંબી શ્રીકાંતે શ્રીલંકાના દુમિંદૂ અબેવિક્રમાને 21-9, 21-12થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવ્યુ છે.

ટેબલ ટેનિસ: શરથ કમલ ક્વાર્ટર ફાઈનલમાં
ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સના મેચમાં શરથ કમલે ઓસ્ટ્રેલિ.ાના ફિન લૂને 4-0થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.

પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે મેડલ કર્યો પાક્કો

ભારતે વધુ એક મેડલ પાક્કો કરી લીધો છે. પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે દેશ માટે વધુ એક મેડલ પાક્કો કરી લીધો છે. ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસના WS ક્લાસ 3-5 ઇવેન્ટમાં ઇંગ્લેન્ડની સુઈ બુલેને 11-6, 11-6, 11-6થી હાર આપી હતી.

ભારતીય મેન્સ રિલે ટીમ ફાઈનલમાં

ભારતીય મેન્સ ટીમે 4×400 મીટર ઇવેન્ટના ફાઈનલમાં જગ્યા બનાવી છે. ટીમે બીજા નંબર પર રહેતા ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ રેસમાં મો.અનીસ, મોહ નિર્મલ, અમોઝ જેકોબ અને મો. વરિયાથડીએ 3.06.97 મિનિટમાં રિલે પૂરી કરી હતી.

ટેબલ ટેનિસ: મણિકા બત્રા અને સૃજા ક્વાર્ટર ફાઈનલમાં

સ્ટાર પેડલર મણિકા બત્રાએ ઓસ્ટ્રેલિયાની મિનહ્યુંગ જીને 4-0થી હાર આપી હતી. આ સાથે જ તેણે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તો અન્ય એક મેચમાં સૃજા એકુલાએ વેલ્સની ચાર્ટલેટ કૈરીને 4-3 (8-11, 11-7, 12-14,9-11, 11-4, 15-13, 12-10)થી માત આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

8માં દિવસનું પ્રમુખ મેચનું ટાઇમટેબલ

કોમનવેલ્થના 7મા દિવસે ભારતીય ખેલાડીઓએ કર્યુ શાનદાર પ્રદર્શન
ભારતના મુરલી શ્રીશંકરે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં એક ઈતિહાસ રચ્યો છે. તેણે લોંગ જંપ ઇવેન્ટમાં 8.08 મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. શ્રીશંકર આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનારો પહેલો ભારતીય પુરૂષ ખેલાડી બની ગયો છે. આ અગાઉ સુરેશ બાબૂએ 1978માં કોમનવેલ્થ ગેમ્સમાં લોંગ જંપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પુરૂષ અને મહિલાને મળીને આ મેગા ઇવેન્ટમાં લોંગ જંપમાં ભારતે અત્યાર સુધીમાં ચાર મેડલ જીતી ચૂક્યા છે. અંજૂ બોબી જ્યોર્જએ 2002માં બ્રોન્ઝ મેડલ અને પ્રજુષા મલિયાક્કલે 2010માં સિલ્વર મેડલ જીત્યો હતો.

સિલ્વર મેડલ જીત્યા પછી જશ્ન મનાવતો મુરલી શ્રીશંકર.
સિલ્વર મેડલ જીત્યા પછી જશ્ન મનાવતો મુરલી શ્રીશંકર.

ગોલ્ડ મેડલિસ્ટના બરાબરીની છલાંગ લગાવી, છતાં સિલ્વર કેમ?
બહામાસના નારિન લકુઆને પણ શ્રીશંકર જેટલી જ (8.08) મીટરની જ છલાંગ લગાવી છતા તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આવું એટલા માટે થયુ કારણ કે લકુઆનની સેકેંડ બેસ્ટ છલાંગ 7.98 મીટરની રહી હતી. તો શ્રીશંકરની બીજી સૌથી બેસ્ટ છલાંગ 7.84 મીટરની રહી હતી.

લોંગ જંપ ફાઈનલમાં બધા જ એથલીટ્સને 6-6 અટેમ્પ્ટ મળતા હોય છે. શ્રીશંકરે પોતાના પાંચમા અને બહામાસી એથલીટે પોતાના બીજા અટેમ્પ્ટમાં 8.08 મીટરની છલાંગ લગાવી હતી. શ્રીશંકરના નામે ભારતનો નેશનલ રેકોર્ડ પણ બોલે છે. તેનો પર્સનલ બેસ્ટ 8.36 મીટર છે. જો તેણે આ પ્રદર્શનને રીપીટ કર્યુ હોત તો તેને ગોલ્ડ મળ્યો હતો.

બીજા ખેલાડીઓએ પણ પાક્કો કર્યો મેડલ
બર્મિંગહામમાં ચાસલી રહેલા કોમનવેલ્થ ગેમ્સના 7માં દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. બોક્સર અમિત પંઘાલે પોતાના ક્વાર્ટર ફાઈનલ મેચમાં જીત મેળવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી, અને ભારત માટે વધુ એક મેડલ પાક્કો કરી લીધો હતો. અમિતે સ્કોટલેન્ડના લેનન મૂલિગનને 48 KG વેટ કેટેગરીમાં 5-0થી હાર આપી હતી.

બોક્સિંગના 60 KG વેટ કેટેગરીમાં ભારતની જૈસ્મિને પણ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. તેણે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટોરી ગ્રાંટનને હાર આપી હતી. બોક્સિંગની જ 92 KG વેટ કેટેગરીમાં સાગર અહલાવતે પણ સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. તેણે સેશેલ્સના કેડ્ડી ઈવાન્સને 5-0થી હાર આપી હતી.

મેન્સ હોકીના પુલ-બીમાં ભારતે વેલ્સને 4-1થી હરાવ્યુ

મેન્સ હોકીના પુલ-બીમાં ભારતે વેલ્સને 4-1થી હાર આપી હતી આ સાથે જ ટીમના 10 પોઇન્ટ્સ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા તરફથી ત્રણ ગોલ હરમનપ્રીત સિંહે માર્યા હતા. આ મેગા ટૂર્નામેન્ટમાં તેના 9 ગોલ થઈ ગયા છે. તેને બે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી નાખ્યા હતા. તો તેને એક પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો જેનો લાભ લેતા તેને ગોલ ફટકાર્યો હતો. ગુરજંત સિંહે ભારત માટે ચોથો ગોલ કર્યો હતો.

હિમા દાસે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યુ
સ્પ્રિંટર હિમા દાસે (23.42 સેકંડ્સ) વિમેન્સ 200 મીટર રેસમાં સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધુ છે. તે હીટ-2માં ટૉપ પર રહી હતી. તો મંજૂ બાલા વિમેન્સ હૈમર થ્રોના ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે 59.68 મીટરનો થ્રો કરીને 11માં નંબર પર રહી હતી. જ્યારે અન્ય એક ભારતીય એથલીટ સરિતા સિંહ ક્વોલિફાય થવામાં સફળ થઈ નહોતી.

ટેબલ ટેનિસ: ભારતે પોતાના બન્ને મેચ જીત્યા
ટેબલ ટેનિસમાં મણિકા બત્રા અને સાથિયાનની જોડીએ સેશેલ્સના ક્રેક મિક અને સિનોન લૌરાની જોડીને 11-1, 11-3, 7-1થી હાર આપી હતી. તો શરથ કમલ અને અકુલ શ્રીજાના જોડીએ પણ ઇંગ્લેન્ડની કૈચકાર્ટ ઓવેન અને અર્લી સોફીની જોડીને 11-7, 11-8, 11-9થી હાર આપી હતી.

મેડલ ટેલી

રેંકદેશગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
1.ઓસ્ટ્રેલિયા514239132
2.ઇંગ્લેન્ડ424432118
3.કેનેડા17202259
4.ન્યૂઝીલેન્ડ16101137
5.સ્કોટલેન્ડ781934
6.સાઉથ આફ્રિકા77822
7.ભારત67720
8.વેલ્સ441018
9.નાઇઝીરીયા42511
10.મલેશિયા4239
અન્ય સમાચારો પણ છે...