• Gujarati News
  • Sports
  • Badminton: Two time Olympic Medalist Sindhu To Take To Court In 79 Days, Praneet Srikanth Clash In First Round

ભાસ્કર ખાસ:બેડમિન્ટન : બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ સિંધુ 79 દિવસ પછી કોર્ટ પર ઉતરશે, પ્રથમ રાઉન્ડમાં પ્રણીત-શ્રીકાંત ટકરાશે

ઓડેન્સએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેનમાર્ક ઓપન : પીવી સિંધુને ચોથો ક્રમ, 19 ભારતીય અલગ-અલગ કેટેગરીમાં ઉતરશે
  • ઉબેર કપમાં ઈજાગ્રસ્ત પૂર્વ ચેમ્પિયન સાઈના જાપાની ખેલાડી સામે રમશે

ડેનમાર્ક ઓપન મંગળવારથી શરૂ થશે અને 24 ઓક્ટોબર સુધી ચાલશે. તેમાં ભારતના 19 ખેલાડી અલગ-અલગ કેટેગરીમાં ભાગ લેશે. બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પી.વી. સિંધુ 79 દિવસ પછી કોર્ટ પર ઉતરશે. તેને ટૂર્નામેન્ટમાં ચોથી સીડ મળી છે.

મહિલા સિંગલ્સ કેટેગરીમાં તેની ટક્કર તુર્કીની નેસ્લિહાન યિગિત સાથે થશે. ટૂર્નામેન્ટની પૂર્વ ચેમ્પિયન સાઈના નેહવાલ પણ રમશે. પુરુષ સિંગલ્સ કેટેગરીમાં ડેનમાર્ગ ઓપન ચેમ્પિયન શ્રીકાંત કિદાંબી પ્રથમ રાઉન્ડમાં પોતાના જ દેશને ઓલિમ્પિયન બી.સાઈ પ્રણીત સાથે ટકરાશે.

બીજા રાઉન્ડમાં તેની ટક્કર દુનિયાના નંબર-1 જાપાનના કેન્ટો મોમાતા સાથે થઈ શકે છે. જો બીજી એક મેચના બીજા રાઉન્ડમાં જો ભારતનો પ્રણય કુમાર જીતે છે તો ક્વાર્ટર ફાઈનલમાં ફરી બે ભારતીય ખેલાડી ટકરાઈ શકે છે. થોડા દિવસ અગાઉ રમાયેલા થોમસ અને ઉબેર કપમાં 11 વર્ષ પછી ભારતીય મહિલા-પુરુષટીમ ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી.

ભારતે ડેનમાર્ક ઓપનમાં સૌથી પહેલો મેડલ 1980માં જીત્યો હતો. ભારતના ખેલાડી ત્રણ વખત ડેનમાર્ક ઓપનમાં ચેમ્પિયન બન્યા છે - પ્રકાશ પાદુકોણ (1980), સાઈના નેહવાલ (2012) અને શ્રિકાંત કિદાંબી (2017).

  • પુરુષ સિંગલ્સ : શ્રીકાંત કિદાંબી, બી.સાઈ પ્રણી, પ્રણય કુમાર, સમીર વર્મા, પી.કશ્યપ, સૌરભ વર્મા, લક્ષ્ય સેન
  • મહિલા સિંગલ્સ : પી.વી. સિંધુ, સાઈના નેહવાલ
  • પુરુષ ડબલ્સ : અર્જુન એમઆર, ધ્રુવ કપિલા, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી, ચિરાગ સેઠી, મનુ અત્રી, બી.સુમીત રેડ્ડી
  • મહિલા ડબલ્સ : મેઘના જક્કમપુડી, પૂર્વિશા એસ.રામ, અશ્વિની પોનપ્પા, નેલકુરિહી સિક્કી રેડ્ડી
  • મિક્સ્ડ ડબલ્સ : સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી, અશ્વિની પોનપ્પા
અન્ય સમાચારો પણ છે...