ડેનમાર્ક ઓપન:બેડમિન્ટન: સિંધુ પ્રિ-ક્વાર્ટ ફાઈનલમાં, નેસ્લિહાન યિગિતને ત્રીજીવાર હરાવી

ઓડેન્સ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતની પીવી સિંધુની તૂર્કીની નેસ્લિહાન સામે જીત

ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ડેનમાર્ક ઓપનની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. મહિલા સિંગલ્સ કેટેગરીના પહેલા રાઉન્ડમાં બે વાર ઓલિમ્પિક મેડલિસ્ટ સિંધુએ તૂર્કીની નેસ્લિહાન યિગિતને મેચમાં 21-12, 21-10થી હરાવી દીધી. ટોક્યો 2020 પછી સિંધુની આ પહેલી મેચ હતી. ચોથા ક્રમાંકની ખેલાડી સિંધુ 27 વર્ષની નેસ્લિહાલ સામે આ ત્રીજી જીત હતી.

પુરુષ સિંગલ્સ કેટેગરીના પહેલા રાઉન્ડમાં 2017ના ચેમ્પિયન શ્રીકાંત કિદાંબીએ ભારતના જ બી. સાઈ પ્રણીનેત સીધી ગેમમાં 21-14, 21-11થી હરાવી દીધી. હવે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં શ્રીકાંતનો સામનો દુનિયાના નં.1 જાપાનના કેંટો મોમોતા સામે થશે. આ ઉપરાંત અન્ય એક મુકાબલામાં સમીર વર્માએ થાઈલેન્ડના કુનલાવુત વિટિડસાર્નને 21-17, 21-14થી હરાવ્યો.

અન્ય સમાચારો પણ છે...