ભારતીય પુરુષ ટીમે ‘થોમસ કપ’માં 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ગોલ્ડ જીત્યો હતો. આ પ્રદર્શનને ભવિષ્યમાં પણ જાળવી રાખવા માટે ભારતીય બેડમિન્ટન એસો.એ મોટો નિર્ણય લીધો છે. દેશના નવા ખેલાડીઓની ખોજ માટે પ્રથમવાર મોટાપાયે કોચની ભરતી કરાશે. BAI વહેલી તકે 30 નવા કોચની ભરતી કરશે. તેમાં સિનિયર ખેલાડી અને NISથી નીકળેલા કોચને પ્રાથમિકતા અપાશે. અત્યારસુધી 125થી વધુ અરજી આવી ચૂકી છે.
નવા કોચ કોઈપણ સેન્ટરે ટ્રેનિંગ આપી શકશે
સિલેક્ટેડ કોચ દેશના કોઈપણ સેન્ટરમાં બાળકોને ટ્રેનિંગ આપી શકશે. આ માટે સ્ટેટ એસોસિએશનના પદાધિકારીએ સેન્ટરનું સિલેક્શન કરવું પડશે અને તેનું નામ ફેડરેશનને મોકલવાનું રહેશે. જોકે, સ્ટેટ એસો.એ સેન્ટરના ગત અમુક વર્ષોના પ્રદર્શનને ધ્યાનમાં લેવાનું રહેશે. નવા કોચને 50 હજારથી 1 લાખ રૂપિયા સુધીની વેતન અપાશે. આ કોચને વેતન નેશનલ ફેડરેશન આપશે.
જે સેન્ટર પર કોચ રહેશે ત્યાં શ્રેષ્ઠ ખેલાડીઓ ટ્રેનિંગ કરી શકશે
ફેડરેશનના મહાસચિવ સંજય મિશ્રાએ કહ્યું કે,‘જે સેન્ટર પર કોચની નિમણૂંક થશે, ત્યાં રાજ્યના 1-2 ખેલાડીઓના રહેવાની તથા ટ્રેનિંગની વ્યવસ્થા કરાવવી પડશે. આ માસ્ટર પ્લાનની અસર આવનારા સમયમાં જોવા મળશે તો તેનું વિસ્તરણ કરાશે.’ જે કોચની ભરતી કરાશેે તેમને નવી ટેક્નિકથી અપગ્રેડ કરાશે. તેમને પણ ટ્રેનિંગ અપાશે. તેઓ વર્ષમાં 1 વખત 1 મહિના માટે નેશનલ કેમ્પમાં રહી આ અંગે ટ્રેનિંગ મેળવશે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.