તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPL:BCCIએ ચાઇનીઝ કંપની વીવો સાથે કરાર તોડતા ટાઈટલ સ્પોન્સરશિપ માટે બોલી લગાવી શકે છે બાબા રામદેવની પતંજલિ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • પતંજલિ આયુર્વેદ BCCI માટે દરખાસ્ત તૈયાર કરી રહી છે
  • આ વર્ષ માટે નવા ટાઈટલ સ્પોન્સર ગોતી રહ્યું છે BCCI

ચીન સાથે બોર્ડર વિવાદ બાદ ભારતમાં ચીન વિરુદ્ધ સેન્ટિમેન્ટ બન્યું છે. આને ધ્યાનમાં રાખીને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વીવો સાથેન IPL 2020ની ટાઈટલ સ્પોન્સરશિપનો કરાર તોડી નાખ્યો છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, આ સ્પોન્સરશિપ માટે યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ બોલી લગાવી શકે છે.

પતંજલિ ગ્લોબલ માર્કેટિંગ પ્લેટફોર્મ પર પહોચવા માગે છે
કંપનીના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ ન્યુઝ એજન્સી PTIને જણાવ્યું હતું કે, અમે પતંજલિ બ્રાંડને ગ્લોબલ માર્કેટિંગ પ્લેટફોર્મ પર પહોચાડવા માગીએ છીએ. આના માટે અમે IPLની ટાઈટલ સ્પોન્સરશિપ અંગે વિચારી રહ્યા છીએ. પતંજલિ આયુર્વેદ BCCI માટે દરખાસ્ત તૈયાર કરી રહી છે.

BCCI નવા ટાઈટલ સ્પોન્સર ગોતી રહ્યું છે
દેશમાં ચીન વિરોધી સેન્ટિમેન્ટના પગલે BCCIએ 6 ઓગસ્ટે વીવોને IPLલ 2020ના ટાઇટલ સ્પોન્સરશિપમાંથી હટાવી દીધી હતી. ત્યારબાદથી, BCCI આ વર્ષ માટે નવા ટાઈટલ સ્પોન્સરની શોધમાં છે. BCCI આ વર્ષે IPL ટાઇટલ સ્પોન્સરશિપ માટે 50% ડિસ્કાઉન્ટ આપી શકે છે. BCCIને ટાઇટલ સ્પોન્સરશિપથી આ વર્ષે 300 કરોડની કમાણી થવાની અપેક્ષા છે. તિજારાવાલાના જણાવ્યા અનુસાર, BCCI ટાઇટલ સ્પોન્સરશિપ માટે સોમવારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) લાવી શકે છે. પતંજલિ આયુર્વેદ 14 ઓગસ્ટે EOI રજૂ કરશે.

વીવો દર વર્ષે BCCIને 440 કરોડ આપતી હતી
IPLની ટાઇટલ સ્પોન્સરશિપ માટે ચીનમાં સ્માર્ટફોન ઉત્પાદક વીવો અને BCCI વચ્ચે 2018માં કરાર કરવામાં આવ્યો હતો. કરાર પાંચ વર્ષનો હતો. કરાર મુજબ, વીવોએ દર વર્ષે BCCIને IPL ટાઇટલ સ્પોન્સરશિપ માટે રૂ. 440 કરોડ ચૂકવવાના હતા. એક રિપોર્ટ અનુસાર, વીવો IPL 2021માં ટાઇટલ સ્પોન્સરશિપ તરીકે પરત આવી શકે છે.

આ વર્ષે IPL 2020 UAEમાં યોજાશે
કોરોના વાયરસ ચેપને કારણે, રમતો સહિતની તમામ પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ભારતમાં રમતગમત માટે હાલની સ્થિતિ બરાબર નથી. આ કારણોસર, IPL 2020 UAEમાં રમાશે. આ વર્ષે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે.

પતંજલિનું ટર્નઓવર રૂ. 10,500 કરોડ
પતંજલિ ગ્રુપનું ટર્નઓવર આશરે રૂ. 10,500 કરોડનું છે. નાણાકીય વર્ષ 2018-19માં પતંજલિ આયુર્વેદની કુલ આવક રૂ. 8,329 કરોડ હતી. ગયા વર્ષે જ પતંજલિ આયુર્વેદે રૂચી સોયાને કોર્પોરેટ ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા દ્વારા રૂ. 4350 કરોડમાં હસ્તગત કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો