• Gujarati News
  • Sports
  • Awards To India In All 8 Categories Including Best Players; Gurjeet Kaur And Harmanpreet Singh Best Player, Savita Sreejesh Best Goalkeeper

FIH એવોર્ડ્સ:બેસ્ટ પ્લેયર્સ સહિત તમામ 8 કેટેગરીના એવોર્ડ ભારતને; ગુરજીત કૌર અને હરમનપ્રીત સિંહ બેસ્ટ પ્લેયર, સવિતા-શ્રીજેશ બેસ્ટ ગોલકીપર

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમને ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને (FIH) પણ પોતાના એવોર્ડ્સથી નવાજ્યા છે. પુરૂષ ટીમના ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ અને મહિલા ટીમની ગુરજીત કૌરને બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે FIHએ આ વર્ષે જાહેર કરેલા આઠેય કેટેગરીના એવોર્ડ ભારતના ખાતામાં ગયા છે.

પુરૂષ હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ અને મહિલા ટીમની ગોલકીપર સવિતા પુનિયાને સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો ખિતાબ આપવામાં આવ્યો છે. પુરૂષ ટીમના મુખ્ય કોચ ગ્રાહમ રીડ અને મહિલા ટીમના હેડ કોર્ચ શોર્ડ મારિનને બેસ્ટ કોચ જાહેર કરવામાં આવ્યા છે. ઈમર્જિંગ પ્લેયર એટલે કે ઉભરતા ખેલાડીના બંને એવોર્ડ પણ ભારતીય ખેલાડી શર્મિલા દેવી અને વિવેક પ્રસાદને આપવામાં આવ્યા છે.

હરમનપ્રીતે ટોક્યો ઓલિમ્પિકમાં 6 ગોલ કર્યા હતા
હરમનપ્રીતે ટોક્યો ઓલિમ્પિકના આઠ મેચમાં ડ્રેગ-ફ્લિકથી 6 ગોલ કર્યા હતા, જેનાથી ભારતીય પુરૂષ ટીમ 41 વર્ષ પછી બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ એવોર્ડ માટે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિનર બેલ્જિયમના આર્થર વેન ડોરેન અને એલેક્ઝાન્ડર હેન્ડ્રિક્સ તેમજ સિલ્વર મેડલિસ્ટ ઓસ્ટ્રેલિયાના જેક વેટન, એરન જાલેવ્સ્કી અને ટિમ બ્રાંડને પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા. હેન્ડ્રિક્સ બીજા અને ડોરેન ત્રીજા સ્થાન પર રહ્યાં.

ગુરજીતનો રોલ મહત્વનો
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ ચોથા સ્થાને રહી હતી. બ્રોન્ઝ મેડલ માટે બ્રિટનની સાથે થયેલી મેચમાં ગુરજીત કૌરે 2 ગોલ કર્યા હતા. આ મેચમાં ભારતીય ટીમ 0-1થી પાછળ ચાલી રહી હતી, ગુરજીતે સતત બે ગોલ કરીને આ મેચમાં ભારતને 2-1થી આગળ કર્યું હતું. એક સમયે ભારતીય ટીમ 3-2થી આગળ હતી, પરંતુ ઈંગ્લેન્ડે મેચમાં વાપસી કરતા આ મેચમાં 4-3થી જીત મળી હતી. તો ગુરજીતે ક્વાર્ટર ફાઈનલમાં પણ શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ગોલ કરીને ટીમને 1-0થી જીત અપાવી હતી.

ગુરજીત ઉપરાંત વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી પુરસ્કારની દોડમાં આર્જેન્ટિનાની અગસ્ટિના અલ્બર્ટારિયો અને અગસ્ટિના ગોરજેલેનીની સાથે નેધરલેન્ડની ઈવા ડી ગોએડે, ફ્રેડરિક મટલા અને મારિયા વર્ચુર પણ સામેલ હતી. ઈવા ડી ગોએડે બીજા અને ફ્રેડરિક મટલા ત્રીજા સ્થાને રહ્યાં હતા.

શ્રીજેશ અને સવિતા પુનિયા ભારતીય ટીમના વોલ
વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ ગોલકીપરનો એવોર્ડ શ્રીજેશને આપવામાં આવ્યો છે. શ્રીજેશ ઉપરાંત આ રેસમાં બેલ્જિયમના વિન્સેન્ટ વનાસ્ચ અને ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યુ ચાર્ટર પણ રેસમાં હતા. વનાસ્ચ બીજા જ્યારે ચાર્ટર ત્રીજા સૌથી સર્વશ્રેષ્ઠ ગોલકીપર બન્યા છે.

મહિલાઓમાં સવિતા, કે મેન્ડી હિંચ અને આર્જેન્ટિનાની બેલેન સુસીથી આગળ રહી. બેલેન સુસી બીજા અને મેન્ડી હિંચ ત્રીજા સ્થાને રહી.

સવિતા પુનિયાને વર્ષની સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો ખિતાબ અપાયો
સવિતા પુનિયાને વર્ષની સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો ખિતાબ અપાયો

શર્મિલા દેવી અને વિવેક પ્રસાદ ઉભરતા ખેલાડી
ભારતની શર્મિલા દેવી, ફિયોના ક્રેકલ્સ (ગ્રેટ બ્રિટન) અને વેલેન્ટીના રાપોસો (આર્જેન્ટિના)થી આગળ નીકળતા વર્ષની ઉભરતી સર્વશ્રેષ્ઠ ખેલાડી બની છે. વેલેન્ટીના રાપોસો બીજા નંબરે રહી છે. તો પુરૂષોમાં વિવેક પ્રસાદને ઉભરતા ખેલાડીથી નવાજવામાં આવ્યો છે. મુસ્તફા કાસિમ (દક્ષિણ આફ્રિકા) બીજા અને સીન ફાઈંડલે (ન્યૂઝીલેન્ડ) ત્રીજા સ્થાને રહ્યાં છે.

બેસ્ટ કોચનો એવોર્ડ પણ ભારતના ખાતામાં
વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરૂષ ટીમના કોચ માટે ભારતીય કોચ રીડે બાજી મારી છે. શેન મેક્લિયોડ બીજા (બેલ્જિયમ) અને કોલિન બેચ (ઓસ્ટ્રેલિયા) ત્રીજા સ્થાને રહ્યાં છે. તો મહિલા ટીમનો સર્વશ્રેષ્ઠ કોચનો એવોર્ડ પણ ભારતીય ટીમના કોચ શોર્ડ મારિનના નામે રહ્યો. એલિસન અન્નાન (નેધરલેન્ડ) બીજા અને માર્ક હેગર (ગ્રેટ બ્રિટન) ત્રીજા સ્થાને રહ્યાં છે.

વોટના આધારે થઈ પસંદગી
સર્વશ્રેષ્ઠ ખેલાડી, ગોલકીપર, કોચ, નવા ખેલાડીની પસંદગી વોટોના આધારે થઈ. FIH મુજબ ખેલાડી અને કોચને 23 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી ડિફરન્ટ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સંઘના 50% વોટ અને ખેલાડીઓ તેમજ ફેન્સના 25-25% વોટ સામેલ કરાયા.

અન્ય સમાચારો પણ છે...