તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Austria's Dominic Thiem Wins US Open For First Time, A Player Wins Title After Losing First Two Sets In 71 Years

ફાઇનલ:ઓસ્ટ્રિયાનો ડોમિનિક થિએમ પહેલીવાર US ઓપન જીત્યો, 71 વર્ષ પછી પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ કોઈ ખેલાડીએ ટાઇટલ પોતાના નામે કર્યું

ન્યૂયોર્ક10 દિવસ પહેલા
ઓસ્ટ્રિયાનો ડોમિનિક થિએમ 6 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ નવો ખેલાડી છે. તેની પહેલા 2014માં ક્રોએશિયાનો મારિન સિલિચ US ઓપન જીત્યો હતો.
 • ડોમિનિક થિએમે ફાઇનલમાં એલેક્ઝેન્ડર ઝ્વેરેવને 2-6, 4-6, 6-4, 6-3, 7-6 (6)થી હરાવ્યો
 • થિએમ US ઓપન જીતનાર ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી છે

વર્લ્ડ નંબર -3 ડોમિનિક થિએમ US ઓપનનો નવા ચેમ્પિયન બન્યો છે. US ઓપન સિંગલ્સનો ખિતાબ જીતનાર તે ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી છે. આ તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તેણે રોમાંચક ફાઇનલમાં જર્મનીના એલેક્ઝેન્ડર ઝ્વેરેવને 2-6, 4-6, 6–4, 6–3, 7–6 (6) થી હરાવ્યો. 71 વર્ષ પછી US ઓપનની ફાઇનલમાં પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ એક ખેલાડીએ ટાઇટલ પોતાના નામે કર્યું છે. અગાઉ, પાંચો ગોંઝાલેઝે 1949માં આ સિદ્ધિ મેળવી હતી. પહેલીવાર વિજેતાનો નિર્ણય ટાઇબ્રેકર દ્વારા થયો હતો.

27 વર્ષનો થિએમ 6 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ નવો ખેલાડી છે. તે પહેલાં 2014માં મારિન સિલિચે આવું કર્યું હતું. ત્યારે તેણે ફાઇનલમાં જાપાનના કેઇ નિશીકોરીને હરાવ્યો હતો. અગાઉ, થિએમ ત્રણ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હાર્યો હતો. આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચે તેને હરાવ્યો હતો. તે જ સમયે, 2018 અને 2019માં ફ્રેન્ચ ઓપનની ફાઇનલ પણ હાર્યો હતો.

થિએમે સેમિફાઇનલમાં મેદવેદવને હરાવ્યો હતો

 • ઝ્વેરેવે સેમિફાઇનલમાં સ્પેનના પાબ્લો કેરેનિયો બુસ્ટાને 3-6, 2-6, 6-3, 6-4, 6-3થી હરાવ્યો હતો.
 • જ્યારે ઓસ્ટ્રિયાના થિએમે બીજી સેમિફાઇનલમાં રશિયાના ડેનિયલ મેદવેદવને 6-2, 7-6, 7-6થી હરાવ્યો હતો.
 • થિએમ બે વર્ષ પહેલા ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં રોજર ફેડરર સામે હાર્યો હતો.
 • જ્યારે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં વર્લ્ડ નંબર-1 જોકોવિચે તેને માત આપી હતી.

ઝ્વેરેવ ફાઇનલમાં સારી ફાઈટ આપી

 • 23 વર્ષીય ઝ્વેરેવ છેલ્લા 10 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમનાર સૌથી યુવા ખેલાડી છે. જોકે, તેને હારનો સામનો કરવો પડ્યો.
 • આ પહેલા સેમિફાઇનલમાં તેણે સ્પેનના પાબ્લો સામે 2 સેટમાં પાછળ રહ્યા બાદ ત્રણ સેટ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
 • તે પાબ્લો સામે 3-6, 2-6, 6-3, 6-4, 6-3થી જીત્યો હતો. તે પોતાના કરિયરમાં પહેલીવાર આ રીતે 2 સેટમાં પાછળ રહ્યા પછી મેચ જીત્યો હતો.

17 વર્ષમાં પાંચમી વખત નવો ચેમ્પિયન મળ્યો

 • આ વખતે US ઓપનને 17 વર્ષમાં પાંચમી વખત નવો ચેમ્પિયન મળ્યો છે.
 • 2004 અને 2019ની વચ્ચેના 16 વર્ષોમાં, બિગ થ્રી જોકોવિચ, ફેડરર અને નડાલે 12 ખિતાબ જીત્યા.
 • જુઆન માર્ટિન ડેલ પોટ્રો (2009), એન્ડી મરે (2012), મારિન સિલિચ (2014) અને સ્ટેન વાવરિન્કા (2016)માં ચેમ્પિયન બન્યા હતા.
 • 2004થી 2008 સુધી, ફેડરરે સતત પાંચ વર્ષ સુધી આ ટાઇટલ પોતાના નામે કર્યું.
 • તે જ સમયે, નડાલે 2010, 2013, 2017, 2019માં 4 વખત ટૂર્નામેન્ટ જીતી હતી.
 • જોકોવિચ 2011, 2015 અને 2018માં ચેમ્પિયન બન્યો હતો.

બિગ થ્રી ક્વાર્ટર ફાઇનલમાં પણ ન પહોંચ્યા

 • તે 16 વર્ષમાં પહેલીવાર બન્યું હતું જ્યારે ટેનિસના બિગ થ્રી નોવાક જોકોવિચ, રોજર ફેડરર અને રાફેલ નડાલ કોઈ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં નથી.
 • અગાઉ, ત્રણેય 2004 ફ્રેન્ચ ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં નહોતા. ત્યારે ફેડરરને ત્રીજા રાઉન્ડમાં ગુસ્તાવો ક્યુર્ટને હરાવ્યો હતો.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો