• Gujarati News
  • Sports
  • At 10:30 Pm, Helen Jones Will Fight Nikhat Zareen, Lavalina Will Enter The Boxing Ring At 12:30 Pm.

કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો દિવસ:વેટલિફ્ટિંગમાં લવપ્રીત અને સ્કવોશમાં સૌરવ ઘોષલને બ્રોન્ઝ, જૂડોમાં તૂલિકા માને સિલ્વર જીત્યો

બર્મિંગહામ7 દિવસ પહેલા

કોમનવેલ્થ ગેમ્સમાં બુધવારે ભારતને બે બ્રોન્ઝ અને એક સિલ્વર મળ્યો. વેટલિફ્ટર લવપ્રીત સિંહે 109 KG વેટ કેટેગરીમાં આ બ્રોન્ઝ જીત્યો. તો ભારતીય જૂડો પ્લેયર તૂલિકા માને 78 KG વેટ કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. તે વિશ્વની નંબર-1 ખેલાડી સ્કોટલેન્ડની સારા એડલિંગ્ટન સામેનો મુકાબલો હારી ગઈ. આ પહેલાં તેને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સિડની એન્ડ્રયૂઝને 10-1થી હરાવી હતી અને ક્વાર્ટર ફાઈનલમાં મોરેશિયસની ટ્રેશી ડરહોનને હરાવી હતી.

ભારતને સૌરવે અપાવ્યો 15મો મેડલ

સ્કવોશમાં સૌરવ ઘોષાલે ઈતિહાસ રચ્યો. તેને મહિલા અને પુરુષમાં મળીને સિંગલ્સ ઈવેન્ટમાં કોઈ પણ કોમવેલ્થ ગેમ્સમાં ભારત માટે પહેલો પદક જીત્યો છે. સૌરવે જેમ્સ વિલ્સટ્રોપને 3-0થી હરાવ્યો. પહેલી ગેમ સૌરવે 11-6થી પોતાના નામે કર્યો અને બીજી ગેમ પણ 11-1થી જીતી. ત્રીજી ગેમમાં સૌરવે વિલ્સટ્રોપને 11-4થી હરાવ્યો.

પુરુષ હોકીમાં ભારતે કેનેડાને 8-0થી હરાવ્યું
ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડાને 8-0થી કારમી હાર આપી છે. પહેલો ગોલ હરમનપ્રીત સિંહે કર્યો. તો બીજો ગોલ અમિત રોહિદાસે કર્યો. મેચના બીજા ક્વાર્ટરમાં લલિત ઉપાધ્યાય અને ગુરજંત સિંહે કેનેડાને બે ઝાટકા આપ્યા અને ભારત તરફથી ત્રીજો અને ચોથો ગોલ કરી દીધો. ત્રીજા હાફમાં આકાશદીપ સિંહે વધુ એક ગોલ કરતા 5-0થી આગળ હતું. ચોથા હાફમાં ભારતે ત્રણ અને ગોલ કર્યા. હરમનપ્રીત સિંહ, મંદીપ સિંહ અને આકાશદીપ સિંહે ગોલ કર્યા.

ભારતના મોહમ્મદ હુસામુદ્દીને બોક્સિંગમાં વધુ એક મેડલ નિશ્ચિત કર્યો છે. તેમને 57 KG વેટકેટેગરીમાં નામીબિયાના ટ્રાઈઅગેન મોર્નિંગ ડેવેલોને 4-1થી હરાવ્યો છે.

ભારતના મોહમ્મદ હુસામુદ્દીને બોક્સિંગમાં વધુ એક મેડલ નિશ્ચિત કર્યો છે
ભારતના મોહમ્મદ હુસામુદ્દીને બોક્સિંગમાં વધુ એક મેડલ નિશ્ચિત કર્યો છે

મહિલા હોકીઃ ટીમ ઈન્ડિયાની મોટી જીત
ભારતીય મહિલા હોકી ટીમે રોમાંચક મેચમાં કેનેડાને 3-2થી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા માટે પહેલો ગોલ સલિમા ટેટેએ અને બીજો ગોલ નવનીત કૌરે તો ત્રીજો ગોલ લાલરેસમિયામીએ માર્યો. તો કેનેડા તરફથી પહેલો ગોલ બ્રિએન સ્ટેયર્સ અને બીજો ગોલ હન્ના હ્યૂને કર્યો.

ભારત ગ્રુપમાં ચારમાંથી ત્રણ મેચ જીતવામાં સફળ રહ્યું છે. ભારતીય ટીમે ઘાનાને 5-0થી અને વેલ્સને 3-1થી હરાવ્યા હતા. તો ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

બોક્સિંગમાં નીતૂ સિંહ ઘનઘસે મેડલ પાક્કો કર્યો
મહિલા બોક્સિંગમાં નીતૂ સિંહ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ તેમને ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ તો પાક્કો કરી જ દીધો છે. તેમને ક્વાર્ટર ફાઈનલમાં ઉત્તરી આયરલેન્ડની નિકોલ ક્લોયડને હરાવી છે.

લવપ્રીત સિંહે જીત્યો બ્રોન્ઝ

વેટલિફ્ટર લવપ્રીત સિંહે 109 KG વેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેમને સ્નેચમાં 163 અને ક્લીન એન્ડ જર્કમાં 192 KGનું વેટ ઉઠાવ્યું. આ રીતે તેમને 355 KG વેટ ઉઠાવીને ત્રીજું સ્થાન મેળવ્યું. કેમરુનના વેટલિફ્ટર જૂનિયર ગાદ્ઝા (361 KG)એ ગોલ્ડ અને સમોઆના જેક ઓપિલોગી (358 KG)એ સિલ્વર મેડલ જીત્યો. ભારતના નામે અત્યાર સુધીમાં 14 મેડલ થઈ ગયા છે.

લવપ્રીતે સ્નેચને પોતાના પહેલા પ્રયાસમાં 157, બીજામાં 161 અને ત્રીજામાં 163 KG વેટ ઉઠાવ્યું. ક્લીન એન્ડ જર્ક રાઉન્ડના પહેલા એટેમ્પ્ટમાં તેમને 185 KG, બીજામાં 189 અને ત્રીજામાં 192 KG વેટ ઉઠાવ્યું.

​​​​​​​ભારતે પાંચમા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું હતું
ટીમ ઈન્ડિયાએ પાંચમા દિવસે મહિલા લૉન બોલ્સની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 17-10થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના 92 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય લૉન બોલ્સ મહિલા ટીમે કોઈ મેડલ જીત્યો છે. ભારતીય ખેલાડીઓ લવલી ચૌબે, પિંકી, નયનમોની સૈકિયા અને રૂપા રાની તિર્કીએ ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930માં થઈ હતી. પ્રથમ ટુર્નામેન્ટથી જ લૉન બોલ્સ કોમનવેલ્થનો એક ભાગ છે, પરંતુ ભારતીય મહિલા ટીમ તેમાં ક્યારેય કોઈ મેડલ જીતી શકી નહતી. નવી દિલ્હીમાં યોજાયેલી 2010 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરુષો અને મહિલા ટીમ પ્રથમ વખત લૉન બોલ્સ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી.

લોન્ગ જમ્પમાં ભારતના શ્રીશંકર મુરલી અને મોહમ્મદ અનીસ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે. તેમજ શોટપુટ વુમનમાં મનપ્રીતે મેડલ રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.મેન્, લોન્ગ જમ્પ ઈવેન્ટના ક્વાલીફાઈંગ રાઉન્ડમાં કેરળનાં શ્રીશંકર પહેલી જ જમ્પમાં 8.05 મીટર કુદીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યારે, મોહમ્મદ અનીસ 7.68 મીટરના જમ્પ સાથે 8મા સ્થાને રહેતા ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. તેમજ શોટ પુટર મનપ્રીત 16.98 મીટર સાથે 7મા ક્રમે રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...