તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Asrar Of Kashmir Joins Bengaluru United, Sees Beckham Start Playing, Escapes Curfew And Goes For Training

ભાસ્કર વિશેષ:કાશ્મીરનો અસરાર બેંગલુરુ યુનાઇટેડ સાથે જોડાયો, બેકહમને જોઇ રમવાનું શરૂ કર્યું હતું, કર્ફ્યૂથી બચીને ટ્રેનિંગ માટે જતો હતો

ચંડીગઢ13 દિવસ પહેલાલેખક: ગૌરવ મારવાહ
  • કૉપી લિંક
  • 23 વર્ષના અસરાર રહબરે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી ફુટબોલમાં સિદ્ધી મેળવી

રમત માટે કર્ફ્યુથી બચવાથી લઇને સ્પેનિશ લીગનો ભાગ બનવા સુધી મોહમ્મદ અસરાર રહબરની ફૂટબોલની સફર એ લડાઈની જેમ રહી છે. મેદાનની બહાર અને અંદર બંને જગ્યાએ લડીને એક સફળ મુકામ સુધી પહોંચ્યો છે. હવે કાશ્મીરના 23 વર્ષના સ્ટાર બીડીએફએ સુપર ડિવિઝન ચેમ્પિયન્સ એફસી બેંગલુરુ યુનાઇટેડના પ્રમુખ સભ્ય છે.

તેણે ટીમની સાથે આઈ લીગ ક્વોલિફાયરમાં રમવાનું છે. અસરાર ભલે સફળ ફૂટબોલર છે, પણ ક્રિકેટને જ પહેલો પ્યાર માને છે. ફૂટબોલની સાથે જોડાવામાં તેને વધુ સમય લાગ્યો નથી. અસરારે કહ્યું, ‘નાનપણમાં હું ટીવી પર ડેવિડ બેકહમને પહેલીવાર રમતો જોયો. ત્યારબાદ સતત મેચ જોવા લાગ્યો. સાંજે મિત્રો સાથે ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું.

પિતાને પણ બુટ અને જર્સી ખરીદવા માટે મનાવી લીધા.’ તેણે યુથ કક્ષાની સ્કુલ માટે રમવાનું શરૂ કર્યું. જ્યારે તે 9મી ક્લાસમાં હતો અને ત્યારે એઆઈએફએફ એલિટ એકેડેમીએ તેને પહેલીવાર જોડ્યો હતો. ત્યારબાદ કાશ્મીર માટે ઘણી ક્લબ તરફથી રમ્યો. અસરાર લાઇમલાઇટમાં ત્યારે આવ્યો જ્યારે તેણે ટેરસેરા ડિવીઝનમાં સ્પેનિશ ક્લબ સોસિદાદ ડેપોર્ટિવા લેનેન્સ માટે રમવા માટે પસંદ કરવામાં આવ્યો. તેણે ડેબ્યુ મેચમાં જ 2 ગોલ કર્યા.

અસરારની સફર સહેલી ન હતી. તે એવી જગ્યાએથી હતો, જ્યા મોટાભાગે માહોલ તણાવપુર્ણ રહેતો હતો. તેના મિત્રો મદદ કરતા અને તે કર્ફ્યુમાંથી બચીને ટ્રેનિંગ માટે જતો હતો. કેટલાક વર્ષો પહેલા બેંગલુરુ શિફ્ટ થયો અને ત્યારે 2019માં કાશ્મીરમાં હાલત ખરાબ થઇ ગયા. તે ન તો પરિવાર સાથે સંપર્ક કરી શક્યો અને ન મિત્રો સાથે સંપર્ક કરી શક્યો.

કેટલાક મહિનાઓ બાદ હાલત જ્યારે સુધર્યા ત્યારે તેના પિતા દરરોજ એરપોર્ટ જતા અને અસરારને હાલતની જાણકારી આપતા. અસરાર કોચિંગ સ્ટાફ અને મિત્રોને તેના મુશ્કેલ સમયમાં સાથ આપવા માટે શ્રેય આપે છે. તેણે કહ્યું, ‘મુખ્ય કોચ રિચર્ડ હુડ મારા માટે પિતાની જેમ હતા.

અન્ય સમાચારો પણ છે...