એથલેટિક્સ / એશિયન ચેમ્પિયન ગોમતીનો ડોપ ટેસ્ટ પોઝિટિવ, બેન લાગી શકે છે

Asian champion Gomati's dope test could be positive, can face ban

ગોમતીના બી ટેસ્ટનું પરીણામ આવવાનું બાકી છે

divyabhaskar.com

May 22, 2019, 11:23 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયન ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલિસ્ટ ગોમતી મારિમુથુ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવી છે. તેની અસ્થાઈરૂપે હકાલપટ્ટી કરાઈ છે. 30 વર્ષની ગોમતીએ એપ્રિલમાં એશિયન ચેમ્પિયનશિપમાં 800 મી. રેસમાં 2 મિનિટ 2.70 સેકન્ડનો સમય લઈ ગોલ્ડ જીત્યો હતો. દોહામાં યોજાયેલી આ ચેમ્પિયનશિપ દરમિયાન તેનો ડોપ ટેસ્ટ થયો હતો. તેના એ સેમ્પલમાં સ્ટેરોઈડ હોવાનું જણાયું છે. તેનું બી સેમ્પલ પણ પોઝિટિવ આવશે તો તેના પર ચાર વર્ષનો બેન લાગી શકે છે. સાથે જ તેનું મેડલ પણ છીનવાઈ શકે છે.

માર્ચમાં ફેડરેશન કપ દરમિયાન તેનો ડોપ ટેસ્ટ થયો હતો. ત્યારે પણ અનેક સેમ્પલમાં પ્રતિબંધિત દવાના અંશ મળ્યા હતા. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું, 'અમને માહિતી મળી છે કે ગોમતીનો માર્ચમાં થયેલો ડોપ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેનો રિપોર્ટ હજી સુધી અમને મળી નથી. તે રિપોર્ટ ટૂંકમાં જ અમારી પાસે આવી જશે. આ દરમિયાન, ગોમતીએ કહ્યું, 'મને આ ઘટના અંગે કોઈ માહિતી નથી. મેં મારા જીવનમાં ક્યારેય પ્રતિબંધિત દવાનું સેવન નથી કર્યું. મારા ડોપ ટેસ્ટમાં ફેઈલ થવાની વાત ખોટી છે.'

X
Asian champion Gomati's dope test could be positive, can face ban
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી