તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Ashwin, The Team's 'most Intelligent Cricketer', Makes Notes After Every Match

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપલ ભાસ્કર:ટીમનો ‘મોસ્ટ ઇન્ટેલિજન્ટ ક્રિકેટર’ અશ્વિન દરેક મેચ બાદ નોટ્સ બનાવે છે

ચેન્નઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચર્ચામાં રવિચંદ્રન અશ્વિન કેમ કે આઇસીસીના ટોપ-5 ઓલરાઉન્ડર્સમાં સ્થાન મેળવ્યું છે
 • અન્ડર-17 ટીમમાં ઓપનર હતો, આઇસીસી ક્રિકેટર ઑફ ધ યર રહ્યો
 • જન્મ- 17 સપ્ટેમ્બર 1986
 • શિક્ષણ- આઇટી બ્રાન્ચમાંથી એન્જિનિયરિંગ
 • પરિવાર- પિતા રવિચંદ્રન, માતા ચિત્રા, પત્ની પ્રીથી અને 2 પુત્રી
 • સન્માન- આઇસીસી ક્રિકેટર ઑફ ધ યર, આઇસીસી ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર, અર્જુન એવોર્ડ
 • રેકોર્ડ- 76 ટેસ્ટ, 111 વનડેમાં કુલ 3,301 રન અને 544 વિકેટ

ભારતીય ક્રિકેટ ટીમના ઇન્ટેલિજન્ટ ખેલાડીઓમાં સામેલ રવિચંદ્રન અશ્વિન માટે વર્ષ 2021ની શરૂઆત સારી રહી છે. ઇન્ટેલિજન્ટ એટલા માટે કે તે ટીમના કેટલાક ઉચ્ચ શિક્ષિત ખેલાડીઓમાં સામેલ છે. આ બિરુદ મળવાનું એક કારણ વિશ્લેષણ કરવાની તેની કળા છે. તેના વિશે કહેવાય છે કે તે દરેક મેચના આંકડા ડાયરીમાં લખે છે. અન્ય એક બાબત પણ તેને ઇન્ટેલિજન્ટ પુરવાર કરે છે.

અશ્વિન કહે છે કે તે ક્રિકેટની બાબતમાં બાળપણથી પ્રતિભાશાળી નહોતો પણ નવી રીતો અને પ્રયોગોથી તેની રમત સુધરી. ગયા મંગળવારે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં અશ્વિને 106 રનની ઇનીંગ્સ રમવા ઉપરાંત 5 વિકેટ પણ લીધી. તાજેતરમાં તે આઇસીસીના ટોપ-5 ઓલરાઉન્ડર્સમાં સામેલ થયો છે. 2016માં આઇસીસીએ અશ્વિનને ક્રિકેટર ઑફ ધ યર સિલેક્ટ કર્યો હતો. અશ્વિન સિવાય તેંડુલકર, દ્રવિડ અને કોહલીને આ સન્માન મળ્યું હતું. 2017-18માં કોહલી સતત બે વખત આઇસીસી ક્રિકેટર ઑફ ધ યર બન્યો હતો.

તે ફોર્બ્સના ઇન્ડિયા સેલિબ્રિટી લિસ્ટમાં રહી ચૂક્યો છે. 34 વર્ષના અશ્વિને આઇપીએલની 2019ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સના બટલરને માંકડિંગ આઉટ કરીને વિવાદ સર્જ્યો હતો.

બાળપણ | લિગામેન્ટ તૂટ્યું છતાં રમતો રહ્યો
અશ્વિન 9 વર્ષની ઉંમરથી જ સ્કૂલની ટીમનો સ્ટાર ખેલાડી હતો. બોલિંગ અને બેટિંગ બંનેમાં પ્રતિભાશાળી અશ્વિનને સ્કૂલમાં ટીમ પસંદગીના દિવસે બોલિંગ નહોતી કરવા દેવાતી. સ્કૂલવાળા એવી દલીલ કરતા કે તેમ કરવાથી બીજા બોલર્સને તક નહીં મળે. પદ્મા શેષાદ્રિ બાલ ભવન બાદ બેડે એંગ્લો ઇન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાં ગયા બાદ અશ્વિનના જીવનમાં નવો વળાંક આવ્યો. અહીં કોચ સી. કે. વિજય કુમારે જ અશ્વિનને ઑફ સ્પિનર બનવા સલાહ આપી. 14 વર્ષની ઉંમરે અશ્વિનના ડાબા પગના લિગામેન્ટમાં તકલીફ થઇ ગઇ હતી. થોડા મહિના સુધી આરામ બાદ તે જલદી મેદાન પર પાછો ફર્યો હતો.

પરિવાર | પિતા ખેલાડી હતા, માતા રમતની સાચી સમીક્ષક છે
ચેન્નઇમાં જન્મેલા અશ્વિનના પિતા એન. રવિચંદ્રન દક્ષિણ રેલવેમાં છે. માતા ચિત્રા પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. રવિચંદ્રન મીડિયમ પેસ બોલર રહી ચૂક્યા છે. અશ્વિને એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે તેના દાદાને ટેનિસની રમત ગમતી. તે પણ બાળપણથી ટેનિસ જ રમવા ઇચ્છતો હતો પણ પિતાની રુચિ અને સંજોગોને કારણે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું. આજે પણ દરેક મેચ બાદ તેની માતા તેની રમતની ટેક્નિકલ બાબતો અંગે વાત કરે છે અને ખરા-ખોટા અંગે પોતાનો અભિપ્રાય આપે છે. 2011માં અશ્વિને તેની સ્કૂલ ફ્રેન્ડ પ્રીથી સાથે લગ્ન કર્યા. પ્રીથી અશ્વિનની ક્રિકેટ એકેટમીનું સંચાલન કરે છે.

આંત્રપ્રિન્યોર | શારજાહમાં ક્રિકેટ શીખવે છે
2005માં શિવા સુબ્રમણ્યમ નાદર કોલેજ, ચેન્નઇમાંથી માંડ એન્જિનિયરિંગ પૂર્ણ કરનાર અશ્વિન સારો આંત્રપ્રિન્યોર છે. તે જણાવે છે કે ક્રિકેટની સાથોસાથ અભ્યાસ પર પણ બરાબર ધ્યાન આપીને જ તે જીવનમાં સંતુલન સાધી શક્યો. અશ્વિન જેન નેક્સ્ટ ક્રિકેટ ઇન્સ્ટિ. નામથી ચેન્નઇમાં એકેડમી ચલાવે છે. ચેન્નઇમાં તેના 5 સેન્ટર છે. એક સેન્ટર શારજાહમાં પણ છે. તેની પત્ની પ્રીથી કહે છે કે અશ્વિન ક્રિકેટ સાથે હંમેશા જોડાયેલો રહેવા માગે છે. મેદાનમાં તેનો દિવસ ખરાબ જાય તો તે ઘરે આવીને ઘણાં વીડિયો જોઇને તથા લખીને પોતાની રમત સુધારવાની રીતો શોધવા માંડે છે.

ક્રિકેટ | ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપથી 300 વિકેટ લેનારો ખેલાડી છે
અશ્વિન બાળપણથી બેટિંગ, ફાસ્ટ અને મીડિયમ પેસ બોલિંગ વચ્ચે રોલર-કોસ્ટરની જેમ રહ્યો. જુનિયર લેવલ ક્રિકેટમાં ઓપનર અશ્વિનની પસંદગી ભારતની અન્ડર-17 ટીમમાં થઇ ત્યારે તે ઓપનિંગમાં નિષ્ફળ રહ્યો. ખરાબ રમતના કારણે ટીમમાંથી બહાર ફેંકાયો. તે પછી તેણે ઑફ સ્પિન બોલિંગ કરવાનું ચાલુ કર્યું. તેમાં પણ ઘણાં અખતરા કર્યા. 2008ના એશિયા કપ દરમિયાન કેરમ બૉલ ફેંકવાનું ચાલુ કર્યું. તેમાં બૉલને અંગુઠા અને વચલી આંગળીની વચ્ચે દબાવીને ફ્લિક કરાય છે. અશ્વિન જણાવે છે કે ચેન્નઇમાં ગલી ક્રિકેટ દરમિયાન તે કેરમ બૉલ ફેંકતાં શીખ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપથી 300 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ અશ્વિનના નામે છે. તેણે 54 મેચમાં આ સિદ્ધિ મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો