ગુજરાતનું ગૌરવ:ગુજરાતની ઈલાવેનિલ વલારિવાનને અર્જુન એવોર્ડ

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીને પણ એવોર્ડ

અર્જુન એવોર્ડ જીતનારા ખેલાડીના નામની જાહેરાત કરાઈ. આ એવોર્ડ મેળવનાર ખેલાડીઓમાં ગુજરાતની શૂટર ઈલાવેનિલ વલારિવાનનું નામ પણ સામેલ છે. ઈલાવેનિલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સાથે ઘણી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મેડલ્સ જીતી ચૂકી છે.

જ્યારે મૂળ રાજકોટની અને મહારાષ્ટ્ર તરફથી રમતી પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીનું નામ પણ અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે.

પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશી
પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશી

સ્ટાર ટેબલ-ટેનિસ ખેલાડી અચંત શરત કમલની દેશના સર્વોચ્ચ સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ 30 નવેમ્બર 2022ના રોજ એનાયત કરાશે.

અન્ય સમાચારો પણ છે...