રેકોર્ડ 21 ગ્રાન્ડ સ્લેમ અને 13 ફ્રેન્ચ ઓપન વિજેતા સ્પેનિશ ખેલાડી રાફેલ નડાલ સંભવતઃ પોતાની છેલ્લી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટમાં ઉતરી રહ્યા છે. 35 વર્ષીય ટેનિસ સ્ટાર નડાલની ફિલોસોફી તેમને બીજા ખેલાડીઓથી જુદા પાડે છે. તેઓ એરિસ્ટોટલ જેવી વાતો કરે છે અને કન્ફ્યુશિયસ જેવો વ્યવહાર કરવા માટે પણ જાણીતા છે. તેમની સફળતામાં આ ફિલોસોફીનું અત્યંત મહત્ત્વનું પ્રદાન છે.
કષ્ટ પણ અપનાવો
ફ્રેક્ચરના દર્દમાંથી બહાર નીકળવામાં મે મહિનામાં નડાલ મેડ્રિડ ઓપનમાં ઉતર્યા હતા. એક પાંસળીમાં ફ્રેક્ચર પછી પણ તેમણે અગાઉની એક ટુર્નામેન્ટની મેચ છોડી ન હતી. ફ્રેક્ચરના દર્દ સાથે તેઓ 190 મિનિટ સુધી રમ્યા.
પોતાના નિયમો સ્થાપિત કરો
એક હાથમાં રેકેટ લઈને કોર્ટ પર આવવું, પહેલા રિકવરી ડ્રિંક અને પછી પાણી પીવું, નડાલની આ આદતોને અંધવિશ્વાસ પણ કહે છે, પરંતુ તેઓ કહે છે કે, જીત હોય કે હાર, આદતો નહીં બદલવી જોઈએ. પોતાના માટે વિવિધ નિયમો સ્થાપિત કરવા જોઈએ.
નમ્રતાનો માર્ગ ના છોડો
કોઈએ તેમને પૂછ્યું કે, શું તમે તમારી જાતને તમારા હરીફ રોજર ફેડરરથી સારા ખેલાડી ગણો છો? ત્યારે નડાલે જવાબ આપ્યો કે, આ વાત બેવકૂફ જેવી છે. તે વધુ સારા ખેલાડી છે. એરિસ્ટોટલે કહ્યું હતું કે નમ્રતા સફળતાનો સૌથી મોટો મંત્ર છે.
હાથમાં ના હોય તે ચિંતા છોડો...
2008માં વિમ્બલડન ફાઈનલ અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ છે. તેમાં નડાલ સામે ફેડરર ભારે પડી રહ્યા હતા. ત્યારે બ્રેકમાં કોચ ટોની નડાલને ચિંતિત જોઈને તેમણે કહ્યું કે, નિશ્ચિંત રહો, હું હારવાનો નથી. શક્ય છે કે, ફેડરર જીતશે પણ હું હારીશ નહીં. જોકે, નડાલ દરેક મેચમાં પોતાનું શ્રેષ્ઠ આપે છે. ટૂંકમાં તમારા હાથની વાત ન હોય એમાં ચિંતા કરવી નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.