શૂટિંગ / અપૂર્વીએ સિઝનમાં બીજો વર્લ્ડકપ ગોલ્ડ જીત્યો, 0.1 પોઇન્ટના અંતરથી ફાઇનલ જીતી

Apurvi won the second World Cup gold in the season, winning the final by 0.1 points

  • 10 મીટર એર રાઇફલમાં અપૂર્વીએ 251નો સ્કોર કરીને ગોલ્ડ જીત્યો
  • ચીનની વાંગ લુયાઓએ સિલ્વર અને ઝૂ હોંગે બ્રોન્ઝ મેડલ જીત્યો

divyabhaskar.com

May 27, 2019, 01:19 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની અપૂર્વી ચંદેલાએ આઈએસએસએફ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ અપૂર્વીનો આ સિઝનમાં બીજો વર્લ્ડ કપ ગોલ્ડ છે. આ પહેલા તેણે ફેબ્રુઆરીમાં દિલ્હી વર્લ્ડ કપમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અપૂર્વીએ રવિવારે જર્મનીના મ્યૂનિખમાં 10 મી એર રાઈફલના ગોલ્ડને 0.1 પોઈન્ટથી પોતાના નામે કર્યો હતો. અપૂર્વીએ ફાઈનલમાં 251નો સ્કોર કર્યો હતો. ચીનની વાંગ લુયાઓએ 250.8નો સ્કોર કરતા સિલ્વર મેડલ જીત્યો.

ત્રીજા નંબરે પણ પણ ચીનની શૂટર રહી હતી. જૂ હોંગે 229.4ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અપૂર્વી અને વાંગ વચ્ચે ફાઈનલ ઘણી ક્લોઝ રહી. અપૂર્વીએ ફાઈનલ શૉટમાં 10.4નો સ્કોર કર્યો જ્યારે વાંગે 10.3નો. આ અપૂર્વીના કરિયરનો ચોથો આઈએસએસએફ મેડલ છે.

X
Apurvi won the second World Cup gold in the season, winning the final by 0.1 points
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી