ISL એટલે કે ઈન્ડિયન સુપર લીગ હવે પૂરી થઈ ગઈ છે. હવે ઈન્ટરનેશનલ ફૂટબોલનો શુભારંભ થઈ ગયો છે. આ સમય ભારતીય ફૂટોબલ ટીમ કિર્ગિસ્તાન અને મ્યાનમારની સામે ટ્રાઈ સિરીઝ રમી રહી છે. પહેલી મેચ ભારત અને મ્યાનમારની વચ્ચે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રમાઈ ગઈ હતી. જેમાં ભારતે આ 1-0થી જીતી લીધી હતી.
મેચની પહેલા હાફના એક્સ્ટ્રા ટાઈમમાં ભારતના અનિરુદ્ધ થાપાએ એકમાત્ર ગોલ કર્યો હતો. જોકે આખી મેચ દરમિયાન ભારતનો જ દબદબો રહ્યો હતો. હવે ભારતની આગામી મેચ કિર્ગિસ્તાનની સામે 28 માર્ચે રમાશે.
પહેલા હાફમાં ચાન્સ બનાવ્યા
ભારતીય વિંગર્સ બિપિન શાહ અને લાલિયાનજુઆલા ચાંગ્તેએ શરૂઆતથી જ ફિલ્ડમાં એક્ટિવ દેખાતા હતા. કેપ્ટન સુનિલ છેત્રીએ ઘણીવાર ક્રોસ પાસ કરીને ગોલના ચાન્સ બનાવ્યા હતા. તો જેક્સન સિંહે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મ્યાનમારની સામે શાનદાર ડિફેન્સ કર્યો હતો.
છેલ્લે રાઇટ બેકથી રાહુલ ભેકેએ મ્યાનમારના ગોલપોસ્ટ પાસે ક્રોસ પાસ કર્યો હતો. તો ત્યારે થાપા ઊભો હતો. તેણે કોઈપણ ભૂલ વિના ગોલ ફટકારી દીધો હતો અને ટીમ ઈન્ડિયાને લીડ અપાવી હતી.
બીજા હાફમાં એકપણ ગોલ ના આવ્યો
ભારતના હેડ કોચ ઇગોર સ્ટિમાક બીજા હાફમાં મોહમ્મદ યાસિરની જગ્યાએ સુરેશ વાંગઝામને લઈને આવ્યા હતા. આ પછી તરત જ લોકલ પ્લેયર નૌરેમ મહેશ સિંહે પોતાની શરૂઆત કરી હતી, કારણ કે તે અને મનવીર સિંહ બિપિન સિંહ અને ચાંગતેની જગ્યાએ આવ્યા હતા.
છેત્રીએ થાપાને ક્રોસ કર્યો અને થાપાએ બીજા હાફમાં ફરી ગોલ કર્યો હતો. પણ રેફરીએ આને ઑફસાઇડ જાહેર કર્યો હતો. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ જમશેદપુર એફસી મિડફિલ્ડર ઋત્વિક દાસને પણ ડેબ્યૂ કરવાની તક મળી. આકાશ મિશ્રા અને થાપાના સ્થાને દાસ અને રોશન સિંહનો સમાવેશ થયો હતો.
ફિફા રેન્કિંગમાં ભારત 106માં નંબર પર છે
ભારત હાલમાં FIFA વર્લ્ડ ફૂટબોલ મેન્સ ટીમ રેન્કિંગમાં 106મા ક્રમે છે. મ્યાનમાર 159માં સ્થાને છે. જાપાન એશિયાની ટોચની ટીમ 20મા નંબર પર છે. તો, શ્રીલંકા 207 પોઇન્ટ્સ સાથે એશિયાની સૌથી નબળી ટીમ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.