જમૈકાના ઓલિમ્પિક સ્પ્રિન્ટિંગ લેજેન્ડ યુસૈન બોલ્ટે કિંગસ્ટન સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડના ખાતામાં લાખો ડોલર ગુમાવ્યા છે. ટ્રેક અને ફિલ્ડ સ્ટારના વકીલે જણાવ્યું છે કે જમૈકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સાથેના તેમના ખાતામાંથી $12 મિલિયન ગાયબ થઈ ગયા છે અને જો જરૂરી હોય તો તેઓ કેસને કોર્ટમાં લઈ જવા માટે તૈયાર છે. ખાતામાં હવે માત્ર $12,000 બાકી છે.
તેના વકીલ લિન્ટન પી. ગોર્ડને ફોન પર ફોર્ચ્યુન મેગેઝિનને જણાવ્યું હતું કે 'આ ખાતું બોલ્ટની નિવૃત્તિ અને આજીવન બચતનો એક ભાગ હતો.'
પૈસા પરત નહિ કર્યા, તો કોર્ટમાં જઈશું
ગોર્ડને બુધવારે જણાવ્યું હતું કે 'કોઈપણ વ્યક્તિ માટે આ ફ્રોડ છે, અને ચોક્કસપણે બોલ્ટના કિસ્સામાં, જેમણે આ ખાતું તેમના ખાનગી પેન્શનના ભાગ રૂપે સ્થાપિત કર્યું હતું.' ગોર્ડને વધુમાં જણાવ્યું હતું કે 'જો કંપની રૂપિયા પરત નહિ આપે તો તેઓ આ કેસને કોર્ટમાં લઈ જશે. આ ખૂબ જ ખોટું છે. અમને આશા છે કે બોલ્ટને તેમના પૈસા પરત આપી દેવામાં આવશે.'
SSLનું નિવેદન
કિંગ્સ્ટન સ્થિત સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ (SSL) એ 12 જાન્યુઆરીના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ભૂતપૂર્વ કર્મચારીએ છેતરપિંડીની પ્રવૃત્તિથી વાકેફ થઈ ગઈ હતી અને તેણે આ બાબતને કાયદાના અમલીકરણને રિફર કરી છે અને ઉમેર્યું હતું કે તેણે સંપત્તિઓને સુરક્ષિત કરવા અને પ્રોટોકોલને મજબૂત કરવા પગલાં લીધાં છે.
જમૈકા કોન્સ્ટેબલરી ફોર્સે સોમવારે જણાવ્યું હતું કે તેની છેતરપિંડી અને નાણાકીય તપાસ ટીમો (SSL) પર કથિત છેતરપિંડીની પ્રવૃત્તિઓની તપાસ કરી રહી છે જેણે અન્ય વ્યક્તિઓ વચ્ચે યુસૈન બોલ્ટના ખાતાને ટાર્ગેટ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નાણા પ્રધાન નિગેલ ક્લાર્કે મંગળવારે રાત્રે જણાવ્યું હતું કે SSLએ કથિત રીતે છેતરપિંડી કરી છે અને તેઓ ગુનેગારોન સજા અપાવશે.
યુસૈન બોલ્ટ વિશે જાણો...
જમૈકાના લેજેન્ડરી સ્પ્રિન્ટર યુસૈન બોલ્ટે આઠ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા છે. તેઓ એક મહાન ખેલાડીઓમાંના એક છે. તેઓએ ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે. બોલ્ટે 100 મીટરની રેસ 9.58 સેકન્ડમાં પૂરી કરીને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.