• Gujarati News
  • Sports
  • Amit Panghal In Boxing At 4:30 PM, Anees And Sreeshankar In Long Jump Final At 12 PM

કોમનવેલ્થ ગેમ્સનો 7મો દિવસ:બોક્સિંગમાં અમિત, જેસ્મિન અને સાગર જીત્યા, 3 મેડલ નિશ્ચિત; હોકીમાં ભારતે વેલ્સને 4-1થી હરાવ્યું

બર્મિંગહામ6 દિવસ પહેલા

બર્મિંગહામમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં 7મો દિવસ ચાલી રહ્યો છે. મેન્સ હોકીના પૂલ બીમાં ભારતે વેલ્સને 4-1થી હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ટીમના 10 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા તરફથી ત્રણ ગોલ હરમનપ્રીત સિંહે માર્યા. આ મેગા ટૂર્નામેન્ટમાં તેના 9 ગોલ થઈ ગયા છે. તેને બે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી નાખ્યા. તો તેને એક પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો જેનો લાભ લેતા તેને ગોલ ફટકાર્યો. ગુરજંત સિંહે ભારત માટે ચોથો ગોલ કર્યો.

હરમનપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2022માં 9 ગોલ કર્યા છે.
હરમનપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2022માં 9 ગોલ કર્યા છે.

બોક્સિંગમાં આજે ત્રણ મેડલ પાક્કા
1. 60 KG વેટ કેટેગરીમાં ભારતના જેસ્મિને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. તેને ક્વાર્ટર ફાઈનલમાં ન્યૂઝીલેન્ડના ટોરી ગ્રાંટનને હરાવ્યો છે.
2. બોક્સર અમિત પંઘાલે પોતાનો ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીતી સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. અમિતે સ્કોટલેન્ડના લેનન મૂલિગનને 48 KG વેટ કેટેગરીમાં 5-0થી હરાવ્યો.
3. 92 KG વેટ કેટેગરીમાં સાગર અહલાવતે પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. તેને સેશેલ્ડના કેડ્ડી ઈવાન્સનને 5-0થી હરાવ્યો. ત્રણેય ખેલાડી ઓછામાં ઓછા બ્રોન્ઝ મેડલના હકદાર થઈ ગયા છે.

બેડમિંટન: પીવી સિંધુ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં
પીવી સિંધુએ વિમેન્સ સિંગલ્સના રાઉન્ડ-32ના મેચમાં માલદિવની ફાતિમા નબાને 21-4, 21-11થી હરાવી હતી. આ જીત સાથે જ તેણે પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તો અશ્વિની પોનપ્પા અને સુમિત રેડ્ડીની જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડના હેમિંગ કલમ અને પુઘ જેસિકાની જોડીએ 21-18, 21-16થી હાર આપી હતી.

હિમા દાસે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યુ

સ્પ્રિંટર હિમા દાસે (23.42 સેકંડ્સ) વિમેન્સ 200 મીટર રેસમાં સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધુ છે. તે હીટ-2માં ટૉપ પર રહી હતી. તો મંજૂ બાલા વિમેન્સ હૈમર થ્રોના ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે 59.68 મીટરનો થ્રો કરીને 11માં નંબર પર રહી હતી. જ્યારે અન્ય એક ભારતીય એથલીટ સરિતા સિંહ ક્વોલિફાય થવામાં સફળ થઈ નહોતી.

આજે આ ઈવેન્ટ પર રહેશે ભારતની નજર

છઠ્ઠા દિવસે

જુડો: તુલિકા માને સિલ્વર જીત્યો

તુલિકા માન સિલ્વર મેડલ જીત્યા બાદ ખુશી વ્યક્ત કરી રહી છે.
તુલિકા માન સિલ્વર મેડલ જીત્યા બાદ ખુશી વ્યક્ત કરી રહી છે.

ભારતીય જુડો ખેલાડી તુલિકા માનને 78 કિગ્રા વેઈટ કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. તે વિશ્વની નંબર-1 સ્કોટલેન્ડની ખેલાડી સારાહ એડલિંગ્ટન સામે મેચ હારી ગઈ હતી. આ પહેલા તેણે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સિડની એન્ડ્રુઝને 10-1થી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેણે મોરેશિયસની ટ્રેસી ડરહોનને પણ હરાવ્યો હતો.
મેન હોકી: ભારતે કેનેડાને 8-0થી હરાવ્યું

ભારતીય પુરૂષ હોકી ટીમે કેનેડાને 8-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હરમનપ્રીત સિંહ અને આકાશદીપ સિંહે બે-બે ગોલ કર્યા. આ સિવાય અમિત રોહિદાસ, લલિત ઉપાધ્યાય, ગુરજંત સિંહ અને મનદીપ સિંહ પણ ભારત તરફથી એક-એક ગોલ કર્યો. ભારતની ત્રણ મેચમાં આ બીજી જીત છે. તે 7 પોઈન્ટ સાથે પૂલ Bમાં નંબર 1 પર છે.

મહિલા હોકીઃ ટીમ ઈન્ડિયાની મોટી જીત
ભારતીય મહિલા હોકી ટીમે રોમાંચક મુકાબલામાં કેનેડાને 3-2થી હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારત માટે પ્રથમ ગોલ સલીમા ટેટે અને બીજો ગોલ નવનીત કૌરે કર્યો હતો. આ સાથે જ લાલરેશમિયામીએ ત્રીજો ગોલ કર્યો હતો. જ્યારે કેનેડા માટે પ્રથમ ગોલ બ્રાયન સ્ટેયર્સે અને બીજો ગોલ હેન્નાહ હ્યુને કર્યો હતો.

ભારત ગ્રુપમાં ચારમાંથી ત્રણ મેચ જીતવામાં સફળ રહ્યું છે. તેણે ઘાનાને 5-0 અને વેલ્સને 3-1થી હરાવ્યું. જ્યારે, ઈંગ્લેન્ડની સામે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

બોક્સિંગ: નીતુ અને હુસામુદ્દીને મેડલ સુનિશ્ચિત કર્યા
મહિલા બોક્સિંગમાં નીતુ સિંહ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે તેણે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો છે. તેણે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઉત્તરી આયરલેન્ડની નિકોલ ક્લોયડને હરાવી હતી. આ સાથે જ મોહમ્મદ હુસામુદ્દીને બોક્સિંગમાં પણ મેડલ સુનિશ્ચિત કરી લીધો છે. તેણે 57 કિગ્રા વાઈટ કેટેગરીમાં નામિબિયાના ટ્રાયઅગેન મોર્નિંગ ડેવેલોને 4-1થી હરાવ્યો હતો.

વેઈટ લિફ્ટિંગઃ લવપ્રીત સિંહે બ્રોન્ઝ જીત્યો

વેઈટલિફ્ટર લવપ્રીત સિંહે 109 KG વેઈટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 163 અને ક્લીન એન્ડ જર્કમાં 192 KG વેઈટ ઉઠાવ્યુ હતુ. આ રીતે તેણે 355 KG ઊંચકીને ત્રીજું સ્થાન મેળવ્યું. કેમરૂનિયન વેઈટલિફ્ટર જુનિયર ગાદઝા (361 કિગ્રા) ગોલ્ડ અને સમોઆના જેક ઓપિલોગી (358 KG)એ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતના નામે અત્યાર સુધી 14 મેડલ છે.

લવપ્રીતે સ્નેચના પ્રથમ પ્રયાસમાં 157 કિગ્રા, બીજા પ્રયાસમાં 161 અને ત્રીજા પ્રયાસમાં 163 કિગ્રા વજન ઉપાડ્યું હતું. ક્લીન એન્ડ જર્ક રાઉન્ડ પહેલા પ્રયાસમાં તેણે 185 KG, બીજામાં 189 અને ત્રીજામાં 192 KG વેઈટ ઉઠાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...