તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • American Football Player Hassani Dotson Stephenson Proposes To Girlfriend On Pitch After Major League Soccer Match; Watch Video

પ્રેમના ઈઝહારનો VIDEO:મેચ પછી ફૂટબોલરે ઘૂંટણિયે બેસી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રિંગ પહેરાવી, દર્શકોએ 10 મિનિટ સુધી ચિયર કર્યું

એક મહિનો પહેલા

અમેરિકી ફૂટબોલ પ્લેયરે લાઇવ મેચમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. અમેરિકી ફૂટબોલર હસની ડૉટસન સ્ટીફેન્સે રવિવારે મેજર લીગ સૉકર (MLS)માં મેચ પછી આ યાદગાર સમય મેમરીમાં કેદ કર્યો. ત્યાર પછી 10 મિનિટ સુધી દર્શકો ચિયર કરતા રહ્યા હતા.

હસનીએ ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરી
ફૂટબોલર હસનીની ગર્લફ્રેન્ડ પેટ્રા વુકોવિચને મેદાન પર આવવા કહ્યું હતું. ત્યાર પછી તેણે રોમેન્ટિક અંદાજમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી. ઘૂંટણિયે બેસીને તેણે રિંગ પહેરાવી હતી.

હસનીની ગર્લફ્રેન્ડે પણ ફોટો શેર કર્યો
ફૂટબોલર હસનીની ગર્લફ્રેન્ડ પેટ્રાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પ્રપોઝ કરતો ફોટો શેર કર્યો હતો. પેટ્રાએ કેપ્શનમાં લખ્યું હતું કે હું ઘણી ખુશ છું કે અત્યારે આ ખુશીને શબ્દોમાં વર્ણવી શકું તેવી સ્થિતિમાં નથી. હસનીએ મને જે પ્રેમ આપ્યો છે એની હું આભારી છું. મને શુભેચ્છાઓ પાઠવનારને ધન્યવાદ.

હસનીએ પેટ્રા સાથે ઘણા ફોટો શેર કર્યા
હસનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘણા ફોટો શેર કર્યા હતા. 7 જૂને તેણે પેટ્રા સાથે એક ફોટો શેર કર્યો હતો. ફેન્સ અને પરિવારના સભ્યો કમેન્ટ્સ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અમેરિકન ફૂટબોલ અંગે માહિતી
અમેરિકન ફૂટબોલ 11 ખેલાડીની બે ટીમ વચ્ચે રમાય છે. આને રગ્બી કહેવાય છે, જેમાં દરેક ટીમે હાથ અને પગથી બોલ બીજી ટીમના એન્ડ ઝોનમાં પહોંચાડવાનો હોય છે. જે ટીમના હાથમાં બોલ હોય છે, એને સામેની ટીમ બેરિકેડ બનાવીને રોકવાનો પ્રયાસ કરે છે. એન્ડ ઝોન સુધી પહોંચનાર ટીમને પોઈન્ટ મળે છે. આ ગેમ મોટા ભાગે અમેરિકા અને કેનેડામાં રમાય છે. એક મેચ 60 મિનિટ સુધી ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...