તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • America: A Group Of Umpires In Major League Baseball, Praying Together Before A Match To Reduce Loneliness

ભાસ્કર વિશેષ:અમેરિકા: મેજર લીગ બેસબોલમાં અમ્પાયરોનું એક ગ્રૂપ, જે મેચની પહેલાં એકસાથે પ્રાર્થના કરે છે, જેથી એકલાપણું ઓછું થઇ શકે

વોશિંગ્ટન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમ્પાયરોના આ ગ્રૂપના દરેક શુક્રવારે બપોરે 3 વાગે ફોન પર એકબીજાને પ્રાર્થના માટે કહેતા હોય છે

એક દશકથી વધુ સમય થઇ ગયો, અમેરિકાની મેજર લીગ બેઝબોલ (એમએલબી)માં અમ્પાયરોનું એક ગ્રૂપ છે. જે આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ અમ્પાયરો દર શુક્રવારે બપોરે 3 વાગે એકબીજાને ફોન કરે છે અને કહે છે કે પ્રાર્થના કરવાનો સમય થઇ ગયો છે.

બધા મળીને સાથે પ્રાર્થના કરે છે. આ અમ્પાયરો સેન્ટ લુઈસથી લઇને ઓકલેન્ડ અને સિએટલથી લઇને ક્લીવલેન્ડ સુધીના છે. લીગના અમ્પાયર ટેડ બેરેટ કહે છે, ‘ભગવાન અમારા પિતા છે. તેમને આપણી તકલીફ શેર કરવી જોઇએ. એટલા માટે ક્યારેય એવું ન લાગે કે આટલી નાની સમસ્યા માટે ભગવાનને કેમ તકલીફ આપવી.

તેમને આપણી બધી સમસ્યા બતાવવી જોઇએ. તેમની પાસે જ તેનો ઉકેલ હોય છે.’ બેરેટ બે દશકથી મેડર લીગમાં અમ્પાયરિંગ કરે છે. તેણે ટ્રિનિટી કોલેજમાંથી બાઇબલમાં માસ્ટર ડિગ્રી લીધી છે. આ સિઝનની ઓલ સ્ટાર ગેમમાં લેફ્ટ-ફીલ્ડ અમ્પાયર રહેલ ડેવિડ રેકલે કહે છે કે, ‘મેજર લીગની સિઝનમાં ઘણા અમ્પાયરોનું ગ્રૂપ આધ્યાત્મિક શાંતિની ખોજમાં એકબીજાને ફોન કરીને સાથે મળીને પ્રાર્થના કરે છે. આ એક તરફથી એકજૂટતાનો એહસાસ કરાવે છે. તેનાથી એહસાસ થાય છે કે તમારા મુશ્કેલ સમયમાં પણ કોઇ છે જે તમારી સાથે ઊભા છે.’

પુર્વ બેસબોલ પિચર ઓરેલ હેરશિસેરે 1988 વર્લ્ડ સીરિઝ દરમ્યાન ભજન ગાયું હતું. ડોજર્સ ટીમના પિચર ક્લેટન કેરશોએ ધર્મને લઇને પોતાના અતૂટ વિશ્વાસ પર એક પુસ્તક લખી હતી. 2018 માં ઈસ્ટર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીના પ્રોફેસરને પોતાના રિસર્ચમાં જોવા મળ્યું કે 8% ખેલાડીઓએ બાયોગ્રાફીમાં બાઇબલનો ઉલ્લેખ કર્યો છે.

આ આંકડો અમેરિકાની અન્ય લીગ જેવી કે એનબીએ, એનએફએલ અને એનએચએલથી ઘણો વધારે છે. ઘણી એમએલબી ફ્રેન્ચાઇઝીએ વર્ષો સુધી ગેમ પછી ફેથ નાઇટ્સ અને ક્રિસ્ચિયન કોન્સર્ટની યજમાની કરી છે.

અન્ય સમાચારો પણ છે...