ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચના શરૂઆતથી જ વિવાદનો દોર પણ શરૂ થઈ ગયો છે. આ મેચની પ્રથમપારીમાં ભારતની બેટિંગ દરમિયાન બેન સ્ટોક્સે બોલ ગ્રાઉન્ડ પર ટચ થયા પછી શુભમન ગિલનો કેચ પકડ્યો હતો, તેમ છતા તેણે અમ્પાયરને અપીલ કરી હતી. થર્ડ અમ્પાયર દ્વારા રિવ્યુ કરાતા બહાર આવ્યું કે, તે નોટ આઉટ છે. આ ઘટના પછી સોશિયલ મીડિયા પર ફેન્સે બેન સ્ટૉક્સ પર ચિટીંગ કરવાના આરોપો લગાવ્યા હતા.
ઈંગ્લેન્ડના ઇતિહાસનો ચોથો સૌથી આછો સ્કોર
ઇન્ડિયા અને ઈંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે પોતાનો દબદબો વિરોધી ટીમ સામે બનાવી લીધો હતો. પ્રથમ પારીમાં જૉ રૂટની સેનાને ભારતીય બોલરોએ 112 રનમાં પેવેલિયન ભેગી કરીને ધૂળ ચટાડી દીધી હતી. આ ઈંગ્લેન્ડના ઇતિહાસનો ચોથો સૌથી આછો સ્કોર છે. આખા મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જાણે સરેન્ડર કરી લીધુ હોય તેમ જણાઈ રહ્યું હતું. જેમાં ભારત જ્યારે બેટિંગ કરવા આવી ત્યારે ઈંગ્લેન્ડની ટીમની હાલત બધા સમક્ષ છતી થઈ ગઈ હતી. બેન સ્ટૉક્સે ભારતની બીજી ઈનિંગના બીજા ઓવરમાં જ શુભમન ગિલને નોટ આઉટ હોવા છતાં અપીલ કરીને પેવેલિયન મોકલવાની તૈયારીઓ કરી લીધી હતી.
થર્ડ અમ્પાયરે ગિલને નોટ આઉટ જાહેર કર્યો
શુભમન ગિલ બીજી ઓવરમાં બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે શોટ મારવા જતાં બોલ તેના બેટની એડ્જ લઈને બેન સ્ટોક્સ પાસે ગયો હતો. સ્ટોક્સે બીજી સ્લિપમાં ગિલનો કેચ લપકી લેતાં, તેની સાથે આખી ટીમે અમ્પાયરને આઉટની અપીલ કરી હતી. જેના આધારે અમ્પાયરે પણ શુભમન ગિલને સોફ્ટ ડિસીઝનમાં આઉટ જાહેર કરીને કેચ બરોબર પકડાયો છે કે નહીં, તે ચકાસણી અર્થે થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી. જેમાં થર્ડ અમ્પાયરે વીડિયો જોતા સામે આવ્યું કે, ગિલનો કેચ પકડતા પહેલા બોલ જમીનમાં એક ટપ્પો ખાઈને પછી સ્ટોક્સના હાથમાં આવ્યો હતો. જેના આધારે અમ્પાયરે આ કેચને અમાન્ય ગણાવીને શુભમન ગિલને નોટ આઉટ જાહેર કરી દીધો હતા.
ક્રિકેટ ફેને સોશિયલ મીડિયામાં સ્ટોક્સને ટ્રોલ કર્યો
બોલ મેદાનમાં પીચ થયા પછી સ્ટૉક્સે પકડ્યો હતો, જે વાતને લઈને ભારતીય ક્રિકેટ ફેન્સ તેના પર ગુસ્સે ભરાયા હતા અને સ્ટોક્સની આ હરકતના પગલે તેના પર બેઈમાની કરી હોવાના આક્ષેપો પણ લગાવવા લાગ્યા હતા. ક્રિકેટ ફેન્સે સોશિયલ મીડિયામાં બેન સ્ટોક્સને ટ્રોલ કરી વિવિધ પ્રકારના ફોટો અને વીડિયો શેર કરીને મજાક પણ ઉડાવી હતી. આ મેચ મોમેન્ટ પર એક ક્રિકેટ ફેને ટ્વીટના આધારે કટાક્ષ કર્યો હતો કે, બોલ જમીન પર ટચ થયા પછી સ્ટોક્સે કેચ પકડ્યો હોવાનું વીડિયોમાં સાફ દેખાય છે, તેમ હોવા છતાં સ્ટોક્સે અપીલ કેમ કરી? જે વાત પર ફેને સવાલ ઉઠાવ્યો અને જૉ રૂટના ખોટા હાવભાવો પર પણ તેણે તંજ પણ કસ્યો હતો.
ભારતીય ટીમનો દબદબો
ત્રીજી મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમનું સારુ પ્રદર્શન રહ્યું. પ્રથમ પારીમાં અક્ષર પટેલે 6 વિકેટ લઈને દર્શકોના દિલ જીતી લીધા હતા. જેના આધારે ભારતે 112 રનમાં ઈંગ્લેન્ડની આખી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. આ મેચમાં અશ્વિને પણ 3 મહત્વપુર્ણ વિકેટો ભારતને અપાવીને ઇંગ્લેન્ડને ઓછા સ્કોરમાં ઓલઆઉટ કરવમાં પોતાનું યોગદાન આપ્યું હતું. પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 33 ઓવરના અંતે 99 રનનો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.