ચેસ ઓલિમ્પિયાડ:ભારતની તમામ 6 ટીમોએ ક્લિનસ્વિપ કરી

ચેન્નાઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલિમ્પિયાડના પ્રથમ દિવસે પુરુષ-મહિલા ટીમો 4-0થી જીતી

ભારતીય ટીમો દ્વારા 44માં ચેસ ઓલિમ્પિયાડની ભવ્ય જીત સાથે શરૂઆત કરવામાં આવી. ભારતની ઓપન અને મહિલા કેટેગરી બંનેમાં 3-3 ટીમોએ હરીફ ટીમો વિરુદ્ધ 4-0થી ક્લિન સ્વિપ કરી તમામ 24 મેચ જીતી હતી. ઓપન કેટેગરીમાં ઈન્ડિયા એ ટીમે ઝિમ્બાબ્વેને 4-0થી, ઈન્ડિયા-બી ટીમે યુએઈને 4-0થી અને ઈન્ડિયા સી-ટીમે દક્ષિણ સુદાન સામે 4-0થી જીત મેળવી હતી.

બીજી તરફ મહિલા કેટેગરીમાં ઈન્ડિયા-એ ટીમે તાજિકિસ્તાન સામે 4-0થી, ઈન્ડિયા-બી ટીમે વેલ્સ સામે 4-0થી અને ઈન્ડિયા-સી ટીમે હોંગકોંગ સામે 4-0થી જીત મેળવી હતી. ઓપન કેટેગરીમાં વિદિત ગુજરાથી, અર્જુ ઈરિગાસી, એસએલ નારાયન અને સસીકરન, આઈએમ એશા કેરાવદે, ડબ્લ્યૂજીએમ મનધિધા પીવી, ડબ્લ્યૂઆઈમ સાહિથી વર્શીની એમ અને ડબ્લ્યૂજીએમ પ્રત્યુષા બોદ્દા ઉપરાંત કોનેરુ હમ્પી, વૈશાલી અને ભક્તિ કુલકર્ણીએ શાનદાર જીત મેળવી હતી. ટૂર્નામેન્ટના પ્રારંભિક રાઉન્ડનો કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે વિદિત ગુજરાથીનો બોર્ડ પર ચાલ ચાલી પ્રારંભ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...