તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Alcohol Risk For Many Types Of Cancer, 1 In 25 Patients Diagnosed With Alcoholism In 2020

ભાસ્કર વિશેષ:આલ્કોહોલથી અનેક પ્રકારનાં કેન્સરનું જોખમ, 2020માં મળેલા 25માંથી 1 દર્દી દારૂના સેવનને કારણે બીમાર થયો

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયન્સ જર્નલ લેન્સેટનો રિપોર્ટ, દારૂ પીવાની કુટેવને કારણે જોખમ વધી રહ્યું છે
  • દારૂના વધારે સેવનથી બ્રિટનમાં દર્દી ઝડપથી વધ્યા, કુવૈતમાં સૌથી ઓછા

આલ્કોહોલનું સેવન અલગ અલગ પ્રકારનાં કેન્સરનું કારણ બની રહ્યું છે. આ નિષ્કર્ષ નિષ્ણાતોની એક આંતરરાષ્ટ્રીય ટીમના અભ્યાસમાં સામે આવ્યું છે. સાયન્સ જર્નલ લેન્સેટ ઓન્કોલોજીમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર દુનિયામાં 2020માં સામે આવેલા કુલ કેન્સરના કેસમાંથી 7,41,300 એટલે કે 4%ને કેન્સર આલ્કોહોલને કારણે થયું હતું. એટલે કે 25માંથી એક વ્યક્તિને કેન્સર દારૂને કારણે થયું. આલ્કોહોલ સંબંધિત આ રિસર્ચમાં જાણ થઈ કે તેમાં મોટા ભાગના કેસ લિવર, ઓસ્ફેગસ અને બ્રેસ્ટ કેન્સર હતાં.

વિજ્ઞાનીઓએ 200થી વધુ દેશોમાં દારૂના વેચાણ અને ત્યાંના મેડિકલ રેકોર્ડ્સ જોયા હતા. અહેવાલ અનુસાર 2010થી આલ્કોહોલના વેચાણના આંકડાને આલ્કોહોલના વપરાશ અને અન્ય આંકડાને 2020ની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યા. આ યાદીમાં બ્રિટન 38મા ક્રમે રહ્યું જ્યાં કેન્સરના 16,800 નવા દર્દીઓના પીડિત થવાનું કારણ તેમનું વધારે પડતું દારૂનું સેવન હતું.

અહીં આશરે 3 ટકા કેન્સરના કેસ વધારે પડતો દારૂ પીવાને કારણે સામે આવ્યા હતા. આવા દર્દીની સંખ્યા 52,700 રહી. મંગોલિયા આ યાદીમાં ટોચના ક્રમે રહ્યું, જ્યાં કેન્સરના દર 10 દર્દીએ એક કેસ દારૂના સેવન સંબંધિત હતો. આ રીતે કુવૈત જ્યાં દારૂ પર બેન છે ત્યાં દારૂથી કેન્સરના કેસની સંખ્યા સૌથી ઓછી રહી.

મહિલાઓમાં કેન્સરનું જોખમ ઓછું, 23% જ ભોગ બની
વૈશ્વિક સ્તરે દારૂ પીવાને કારણે કેન્સર થવા મામલે પુરુષોની તુલનાએ મહિલાઓને આ બીમારી ઓછી થઈ. આ અભ્યાસ માટે લેવાયેલાં સેમ્પલ સાઈઝ અનુસાર દારૂને કારણે કેન્સરથી પીડિત થનારા રોગીઓમાં આશરે 77% પુરુષ અને 23% મહિલાઓ તેનો ભોગ બની હતી. પુરુષોમાં 7માંથી 1 કેસ વધારે દારૂ પીવા સંબંધિત હતો. આવા લોકો દિવસમાં ઓછામાં ઓછા 2 પેગ પીતા હતા. વિજ્ઞાનીઓ અનુસાર તેમના અભ્યાસમાં દારૂ પીનારા પર કોરોના મહામારીની અસર જોવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...