• Gujarati News
  • Sports
  • Ajay Used To Lift Heavy Iron Bars As A Child, Commonwealth 2022 Gold Slips Away

ખભાની ઈજામાંથી બહાર આવ્યા ને કરી વાપસી:અજય નાનપણમાં ઉઠાવતો હતો લોઢાના ભારે સળિયા, કોમનવેલ્થ 2022માં હાથમાંથી સરકી ગયો ગોલ્ડ

બર્મિગહામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેટલિફ્ટિંગના સ્ટાર અજય સિંહ લાંબા સમયથી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સમાં ભારત માટે આશાનું કિરણ રહ્યાં છે. જો કે કોમનવેલ્થ 2022માં વેટલિફ્ટિંગમમાં મેન્સ 81KG વેટ કેટેગરીમાં ભારતના અજય સિંહ મેડલ જીતતા ચૂકી ગયા છે. તેમને સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક મળીને 319 KG વેટ ઉઠાવ્યું અને ચોથા સ્થાને રહ્યાં.

અજયે સ્નેચના પહેલા પ્રયાસમાં 138KG, બીજામાં 140KG અને ત્રીજામાં 143KGનું વજન ઉઠાવ્યું. તો ક્લીન એન્ડ જર્કમાં તેમને 172 અને 176KG વેટ ઉઠાવ્યું. ત્રીજો પ્રયાસ નિષ્ફળ રહ્યો.

અજય પહેલા 600 મીટર દોડમાં સ્પિન્ટર હતા. 2010માં તેમને શરીરની બનાવટના આધારે વેટલિફ્ટિંગની સલાહ આપવામાં આવી. અને બસ ત્યાંથી જ તેમનું જીવન બદલાય ગયું.

ઝુંઝનૂ, રાજસ્થાનના લાલ અજય સિંહે 2021માં તાશકંદમાં આયોજિત કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશમાં માન વધાર્યું હતું. અજય સિંહે આ કારનામું ત્રીજી વખત કર્યું હતું. 2020માં અજયનો ખભો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તે સમયે 1 વર્ષ સુધી તે બેડ પર રહ્યાં જે બાદ અજયે જોરદાર વાપસી કરી હતી.

પિતાને નાનપણથી જ વિશ્વાસ હતો કે પુત્ર ગોલ્ડ જીતશે
અજયના વેટલિફ્ટર બનવા અને કોમનવેલ્થમાં મેડલ જીતવાના પાછળ સંઘર્ષની એક લાંબી દાસ્તાં છે. ખડોત ગામના એક્સ આર્મી મેન ધર્મપાલ સિંહે ભાસ્કરને પહેલા આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પુત્ર અજયે 9 વર્ષની ઉંમરમાં જ લોઢાની રોડથી વેટ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. જેને જોતા અજયના પિતાએ પોતાના સંબંધીઓને પહેલાંથી જ કહેવાનું શરૂ કરી દીધું હતું કે એક દિવસ પુત્ર મોટું નામ કરશે. દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને લાવશે.

ધર્મપાલ સિંહે જણાવ્યું હતું કે પુત્રને શાર્પ બનાવવામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)નું સૌથી મોટું યોગદાન રહ્યું છે. અજયની ઈન્ટરનેશનલ વેટલિફ્ટર બનવાની કહાની આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટીટ્યૂટ પુણેથી શરૂ થઈ. 2008થી 2014 સુધી અજય સિંહે વેટલિફ્ટિંગની સ્થાનિક કોમ્પિટિશન જીતી. વર્ષ 2014માં સ્ટેટ લેવલ રમાવનું શરૂ કરી દીધું હતું. અજય સિંહની મહેનત રંગ લાવી અને 2015 કોમનવેલ્થ ગેમ્સમાં પહેલા સિલ્વર મેડલ જીત્યો. વેટલિફ્ટિંગમાં અજયનો મેડલ જીતવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.

બહેનને કરેલો વાયદો પૂરો કર્યો
કરિયરમાં મોટી પરીક્ષાઓ માટે અજય પોતાની બહેનના લગ્ન પણ માણી શક્યા ન હતા. તેમની મોટી બહેન ભારતી કંવરના લગ્ન 6 ડિસેમ્બર, 2021નાં રોજ હતા પરંતુ તે પહેલાં જ તાશકંદ કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે અજયને જવું પડ્યું. જતા પહેલાં અજયને બહેનને વિદેશી ગિફ્ટ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે મોટી બહેને પણ લગ્નમાં ન આવવાને લઈને ગોલ્ડ મેડલ જીતીને આવવાની શરત મૂકી હતી.

જેવો જ અજય સિંહે તાશકંદમાં 81 કિલોગ્રામના ગ્રુપમાં ગોલ્ડ જીત્યો તો ટીવી સ્ક્રીન પર મેચ જોઈ રહેલી બહેન અને આખો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. ગોલ્ડ જીતીને અજયે બહેનના સપનાને પૂરો કરવાનો પોતાનો વાયદો નિભાવ્યો.

કોમ્પિટિશનમાં સતત થઈ ઈન્જરી
સતત કોમ્પિટિશન રમવાને કારણે અજયને 20 જૂન 2020નાં રોજ શોલ્ડર ઈન્જરી થઈ. અજયની મુંબઈમાં 1 વર્ષ લાંબી સારવાર ચાલી. આ દરમિયાન અજયને લાગતું હતું કે તે ફરી વેટલિફ્ટિંગ નહીં કરી શકે, પરંતુ ઈન્ડિયન વેટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી સહદેવ યાદવ, નેશનલ કોચ વિજય શર્મા અને સેનાના કોચ ઈકબાલ સિંહે અજયની મદદ કરી.

હાર્ડ ટ્રેનિંગ પછી અજયની ફોર્મમાં વાપસી થઈ. આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટીટ્યૂટના કમાન્ડન્ટ કર્નલ રાકેશ યાદવે અજયની ટ્રેનિંગની મોનિટરિંગ કરી. અજયે આ દરમિયાન નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ (NIS)કેમ્પમાં હાર્ડ ટ્રેનિંગથી જૂના ફોર્મને પ્રાપ્ત કર્યું.

બિપિન રાવતે અજયનું સન્માન કર્યું હતું
ફેબ્રુઆરી 2016માં સાઉથ એશિયન ગેમ્સમાં અજયે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો તો ઓગસ્ટ 2016માં મલેશિયામાં આયોજિત કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં અજય ગોલ્ડ મેડલ જીત્યો. જુલાઈ 2017માં વોશિંગ્ટનના ગોલ્ડ કોસ્ટમાં વેટલિફ્ટિંગનો ગોલ્ડ મેડલ જીત્યો. 2017 ઓક્ટોબરમાં નેપાળમાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

સતત મળતી સફળતા પછી તે સમયના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે અજયને પ્રશંસા પત્ર આપીને સન્માનિત કર્યા હતા.
સતત મળતી સફળતા પછી તે સમયના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે અજયને પ્રશંસા પત્ર આપીને સન્માનિત કર્યા હતા.

ઓગ્સ્ટ 2018માં એશિયન ગેમ્સમાં અજયે પાંચમી પોઝિશન પ્રાપ્ત કરી. જે બાદ ડિસેમ્બર 2019માં કાઠમાંડૂમાં આયોજિત સાઉથ એશિયન ગેમ્સમાં તેમને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. સતત મળતી સફળતાને કારણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે પણ અજયને પ્રશંસા પત્ર આપીને સન્માનિત કર્યા હતા.

મિત્ર હોર્સ પાવર કહીને બોલાવે છે, મીરાબાઈ ચૂના આઈડલ છે
અજય વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂને પોતાના આઈડિયલ માને છે. તેમનું ઓલિમ્પિકમાં જવાનું મિશન આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટીટ્યૂટ, પુણેથી શરૂ થયું હતું. જ્યાં અજયની મહેનત અને ટ્રેનિંગને જોઈને મિત્રો તેમને 'હોર્સ પાવર'ના નામથી બોલાવે છે.

સેનામાં નોકરીને કારણે અનેક ઓફર ફગાવી
2015માં અજય સિંહની રાજપૂતાના રાયફલમાં ડાયરેક્ટ હવાલદારના પદ પર સ્પોર્ટસ કોટેથી એન્ટ્રી થઈ. આ દરમિયાન અજયે પોતાના પિતાની સાથે આર્મીની 21મી રાજપૂતાના રાયફલ્સ રેજિમેન્ટમાં નોકરી કરી. વેટલિફ્ટિંગમાં સક્સેસને જોઈને રાજસ્થાન પોલીસ, રેલવે અને બેંક ઓફ ઈન્ડિયાએ પણ નોકરીની ઓફર આપી હતી. પરંતુ આર્મીમાં જવાની ઈચ્છા હોવાને કારણે અજયે બંને નોકરી ફગાવી દીધી.

અન્ય સમાચારો પણ છે...