• Gujarati News
  • Sports
  • Ahmedabad's Hersh Knocked Out A Back to back Boxer And Won A Gold Medal, Dreaming Of Playing In The Olympics

ડોમેસ્ટિક બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022:અમદાવાદના હર્ષે બેક ટુ બેક બોક્સરને નોકઆઉટ કરી ગોલ્ડ મેડલ જીત્યો, ઓલિમ્પિક રમવાનું સપનું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત ડોમેસ્ટિક ચેમ્પિયનશિપમાં અમદાવાદના હર્ષ ઠાકોરે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ટૂર્નામેન્ટનું આયોજન અમદાવાદમાં થયું હતું જેમાં કુલ 6 બોક્સરે ભાગ લીધો હતો. તેવામાં હર્ષે બેક ટુ બેક શાનદાર પ્રદર્શન દાખવીને પ્રતિસ્પર્ધીને નોકઆઉટ કરવાની સ્ટ્રીક જાળવી રાખી હતી. આજે શનિવારે તેણે 80થી 90 kg વેઈટ કેટેગરીની ફાઈનલ મેચમાં જીત દાખવી ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો છે.

આ ટૂર્નામેન્ટમાં 3 મિનિટનો એક રાઉન્ડ હોય છે. જેમાં જે બોક્સર સૌથી વધારે પંચ મારે તેને પોઈન્ટ મળતા હોય છે. એટલું જ નહીં બોક્સરના પંચ જેટલા પાવરફુલ હશે તેટલા પોઈન્ટ્સ પણ તેને વધારે મળતા રહેશે. ઉલ્લેખનીય છે કે આવી 2 ગેમ દરમિયાન હર્ષે શાનદાર પ્રદર્શન દાખવી ટૂર્નામેન્ટ જીતી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...