• Gujarati News
  • Sports
  • After Winning The Copa America, Messi Sent A Video Message To The 100 year old Fan, The Fan Said I Will Support You Till The Last Breath.

મેસ્સીએ દિલ જીત્યું:કોપા અમેરિકા જીત્યા પછી મેસ્સીએ 100 વર્ષના ફેનને વીડિયો મેસેજ મોકલ્યો, પ્રશંસક બોલ્યો- હું અંતિમ શ્વાસ સુધી તમને સપોર્ટ કરીશ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોપા અમેરિકામાં મેસ્સીને ગોલ્ડન બૂટ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો અવોર્ડ પણ મળ્યો છે

આર્જેન્ટીના ટીમના સ્ટાર ફુટબોલર લિયોનલ મેસ્સીએ કોપા અમેરિકા ટાઇટલ જીત્યા પછી પોતાના 100 વર્ષના ફેનને વીડિયો મેસેજ દ્વારા થેન્ક્યૂ કહ્યું હતું. મેસ્સીનો મેસેજ પહોંચતાની સાથેજ તેના ફેનની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અને લોકોએ મેસ્સીની પ્રતિક્રિયાના વખાણ પણ કર્યા છે.

મેસ્સીના 100 વર્ષના ફેનનું નામ ડૉન હેરનાન છે. મેસ્સીના કરિયરની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી હેરનાન એનો ફેન છે. એણે મેસ્સીએ કરેલા દરેક ગોલને પોતાની નોટબુકમાં નોંધી રાખ્યો છે. આની સાથે હેરનાને પોતાના પૌત્રને પણ કહ્યું હતું કે જો હું મેસ્સીનો એકપણ ગોલ નોટબુકમાં લખવાનું ભૂલી જાઉં તો તું એની માહિતી નોંધી દેજે. હું મેસ્સીના દરેક ગોલનો રેકોર્ડ મારા હાથે નોટબુકમાં નોંધવા માગુ છું.

મેસ્સીને જ્યારે હેરનાન વિશે ખબર પડી ત્યારે તે પણ ખુશ થઈ ગયો હતો. એણે હેરનાનને રિપ્લાય આપતા મેસેજ મોકલ્યો હતો કે તમારી વાત મારા સુધી પહોંચી છે. મને આ વાત જાણીને ઘણો આનંદ થયો છે કે તમે અત્યારસુધી મારા દ્વારા કરેલા દરેક ગોલની માહિતીનો રેકોર્ડ પોતાની નોટબુકમાં નોંધ્યો છે. તમારા મારા પ્રત્યેના ડેડિકેશન અને પ્રેમને જોઇ હું તમને ભેટીને થેન્ક્યૂ કહેવા માગુ છું.

મેસ્સીનો વીડિયો જોઇને હેરનાન ભાવુક
મેસ્સીનો વીડિયો જોયા પછી ડૉન હેરનાની આંખો ભીની થઈ ગઈ હતી. તેણે આ દિવસની અપેક્ષા ક્યારેય પણ કરી નહતી. હેરનાને પણ વીડિયો મળ્યાના ગણતરીના સમયમાં મેસ્સની જવાબ આપતા કહ્યું હતું કે હું હંમેશા તમને ફોલો કરતો આવ્યો છું અને મારા અંતિમ શ્વાસ સુધી કરતો રહીશ. હું હંમેશા તમને સપોર્ટ કરતો રહીશ, તમારી પાછળ જ ઊભો છું. કોપા અમેરિકામાં મેસ્સીને ગોલ્ડન બૂટ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો અવોર્ડ પણ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...