• Gujarati News
  • Sports
  • After The India Hong Kong Match, He Got Down On His Knees In The Balcony Of The Dubai International Stadium And Wore A Diamond Ring.

મૂળ ભારતીય ક્રિકેટરે ગર્લફ્રેન્ડને દુબઈમાં પ્રપોઝ કર્યું:ભારત-હોંગકોંગ મેચ પછી સ્ટેડિયમની બાલ્કનીમાં ઘૂંટણના ટેકે બેસીને કિંચિત શાહે ગર્લફ્રેન્ડને ડાયમંડ રિંગ પહેરાવી

એક મહિનો પહેલા

ગુરુવારનો દિવસ હોંગકોંગના વાઇસ-કેપ્ટન કિંચિત શાહ અને તેની ગર્લફ્રેન્ડ માટે ખાસ રહ્યો. આ દિવસે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. કિંચિત શાહે ભારત-હોંગકોંગ મેચ પછી દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની બાલ્કનીમાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. આ જોઈને તેની ગર્લફ્રેન્ડ ખુશીથી ઝૂમી ઊઠી. પહેલા તો તે અવાચક બની ગઈ, પછી તેણે હા પાડી. એટલું જ નહીં, આ મોમેન્ટ સ્ટેડિયમમાં લાગેલી મોટી સ્ક્રીન પર ચલાવવામાં આવી. સ્ટેડિયમમાં હાજર ફેન્સે બંનેનો ઉત્સાહ વધાર્યો. IPL દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચાહરે પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને અલગ અંદાજમાં પ્રપોઝ કર્યું હતું.

દીપક ચહરે પણ આ રીતે પ્રપોઝ કર્યું હતું.
દીપક ચહરે પણ આ રીતે પ્રપોઝ કર્યું હતું.

કિંચિતનો જન્મ મુંબઈમાં થયો, પિતા હીરાના વેપારી
હોંગકોંગ ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન કિંચિત શાહનો જન્મ મુંબઈમાં થયો. તેવા પિતા દેવાંગ શાહ હીરાના વેપારી છે. કિંચિત ત્રણ મહિનાનો હતો ત્યારે તેનો પરિવાર મુંબઈથી હોંગકોંગ ચાલ્યો ગયો. કિંચિતને ક્રિકેટ રમવાનો શોખ હતો. તે હોંગકોંગ ક્રિકેટ ક્લબ ચલાવતો હતો અને હોંગકોંગની ટી-20 બ્લિટ્સ ટૂર્નામેન્ટમાં એક ટીમ ખરીદી હતી.

એશિયા કપ 2018માં કિંચિત શાહે ભારતની ત્રણ વિકેટ લીધી હતી.
એશિયા કપ 2018માં કિંચિત શાહે ભારતની ત્રણ વિકેટ લીધી હતી.

મેચ હાર્યા, પણ દિલ જીત્યું
કિંચિતની ટીમ ભલે 40 રનથી મુકાબલો કર્યો, પણ તેણે પોતાની ગર્લફ્રેન્ડનું દિલ જીતી લીધું. તેણે 28 બોલમાં 30 રન બનાવ્યા હતા. 50 મિનિટના દાવમાં તેણે 2 ચોકા અને એક છગ્ગો માર્યો હતો. 2018ના એશિયાકપમાં જ્યારે ભારત-હોંગકોંગ વચ્ચે મેચ રમાઈ ત્યારે કિંચિતે બોલિંગ પણ સારી કરી હતી. તેણે 9 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

ક્રિકેટની સાથે બિઝનેસ સંભાળે છે
કિંચિત ક્રિકેટ રમવાની સાથે પિતાનો હીરાનો બિઝનેસ પણ સંભાળે છે. અનેક દેશોમાં તે ડાયમંડ એક્સપોર્ટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...