• Gujarati News
  • Sports
  • After The Ban Was Lifted In 1971, England Struggled For Equality, Support, Recognition; Now The First Ever Euro Champion

ભાસ્કર વિશેષ:1971માં પ્રતિબંધ હટ્યો તો ઈંગ્લેન્ડે સમાનતા, સમર્થન, માન્યતા માટે સંઘર્ષ કર્યો; હવે પ્રથમવાર યુરો ચેમ્પિયન

લંડન9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 વખતની ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવી પ્રથમવાર ટાઈટલ જીત્યું

રવિવાર રાતે વેમ્બલે સ્ટેડિયમમાં મહિલા યુરો કપની ફાઈનલ જોવા માટે 87 હજાર 192 ફેન્સ હાજર હતા. ઈંગ્લેન્ડની ટીમે સ્થાનિક દર્શકોને નિરાશ ન કર્યા અને 8 વખતની ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવી ટાઈટલ જીત્યું. ઈંગ્લેન્ડનું પ્રથમ મેજર ટાઈટલ છે. જે ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલનું ભાવિ બદલશે. એક નવી શરૂઆતની કે, કેવી રીતે મહિલાઓના રમતની પ્રશંસા થવી જોઈએ.

ફૂટબોલ એસોસિએશને ઈંગ્લેન્ડના મહિલા ફૂટબોલને 1921માં 50 વર્ષ માટે પ્રતિબંધિત કર્યું હતું. ત્યારથી સમાનતા, સમર્થન અને માન્યતા માટે તેમણે સંઘર્ષ કર્યો. એફએ દ્વારા સત્તાવાર રીતે 1971માં પ્રતિબંધ હટાવાયો ત્યારે મહિલા એફએમાં વોલેન્ટિયર્સે કામકાજ સંભાળ્યું. 1998માં એફએના ટેક્નિકલ ડિરેક્ટરે હૉવર્ડ વિલિન્કસને ઈંગ્લેન્ડની આંતરરાષ્ટ્રીય ખેલાડી હોપ પોવેલનો સંપર્ક કર્યો. 1998માં 31 વર્ષની વયે ઈંગ્લેન્ડની પ્રથમ પૂર્ણકાલિક મેનેજર બની. કેલી સ્મિથે કહ્યું કે,‘હોપે દરેક બાબતે લડવું પડ્યું.

વેમ્બલેમાં એક કાર્યાલય માટે પણ.’ હોપે મહિલા ફૂટબોલની સ્થાપ્ના, સિનિયર ટીમ મેનેજમેન્ટ, યુવા ખેલાડીઓ માટે ટેલેન્ટ ડે-ગ્રાસરુટ પર ફૂટબોલને ફરી આગળ વધારવાનું કામ તેમાં સામેલ હતું. 2009માં ફંડ મળ્યું તો તેઓ મનોચિકિત્સકને ટીમ સાથે જોડી શક્યા. 2010માં મહિલા સુપર લીગની સ્થાપ્ના થતા ઈંગ્લેન્ડના ફૂટબોલમાં સુધાર થયો.

અન્ય સમાચારો પણ છે...