તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • After Losing His Place In The Olympics Due To Injury, Hima Das Said I Will Make A Strong Comeback

નિર્ધાર:ઇજાના કારણે ઓલિમ્પિકમાં સ્થાન ગુમાવ્યા બાદ હિમા દાસે કહ્યું- હું મજબૂત વાપસી કરીશ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજા છતાં 200 મીટર ફાઇનલમાં 5મા સ્થાને આવતા ગેમ્સ માટે ક્વોલિફાઇ કરી ન શકી

ભારતની સ્ટાર દોડવીર હિમા દાસ ઇજાના કારણે ટોક્યો ઓલિમ્પિકમાં જગ્યા બનાવવાથી ચૂકી ગઇ છે. આ ઘટના બાદ તેણે મંગળવારે કહ્યું કે, તે આવતા વર્ષે મોટી ટુર્નામેન્ટમાં મજબૂત વાપસી કરશે. ભારતીય એથ્લેટિક્સની સૌથી પ્રતિભાશાળી ખેલાડીમાંથી એક હિમા ગત મહિને ઇન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટર હીટમાં રમતી વખતે પગમાં માંસપેશિયોમાં ઇજા પહોંચી હતી. ઇજાના કારણે 21 વર્ષીય ખેલાડી હિમા દાસ 100 મીટર અને 4*400 મીટર ફાઇનલ્સમાંથી હટી ગઇ હતી. તેણે 200 મીટર ફાઇનલમાં ભાગ લીધો પણ પાંચમાં સ્થાને આવતા ટોક્યો ઓલિમ્પિકમાં જગ્યા બનાવી શકી ન હતી.

હિમા દાસે પોતાના ટ્વિટર પર લખ્યું કે, ‘જ્યારે હું મારી નવી સ્પર્ધાઓ 100 મીટર અને 200 મીટરમાં ક્વોલિફિકેશન મેળવવાથી નજીક હતી ત્યારે ઇજાના કારણે હું મારા પહેલા જ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરવાથી ચૂકી ગઇ. હું સતત સમર્થન માટે મારા કોચ, સહયોગી સ્ટાફ અને ટીમના સાથીઓનો ધન્યવાદ પાઠવું છું. પણ હું મજબૂત વાપસી કરીશ અને રાષ્ટ્રમંડલ રમત 2022, એશિયાઈ રમત 2022 અને વિશ્વ ચેમ્પિયનશિપ 2022ને લઇને ઉત્સાહિત છું.’

હિમા દાસે 2018માં ફિનલેન્ડમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપમાં 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીતીને લોકોના ધ્યાનમાં આવી હતી. એશિયાઈ રમત 2018 માં 400 મીટરમાં વ્યક્તિગત સિલ્વર મેડલ જીતવાની સાથે ગોલ્ડ મેડલ જીતનાર મહિલા 4*400 મીટર રિલે અને મિક્સ 4*400 મીટર રિલે ટીમનો ભાગ હતી.

અન્ય સમાચારો પણ છે...