બેડમિન્ટન:39 વર્ષ બાદ ભારતીય જોડી ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં

પેરિસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત્વિક અને ચિરાગ સતત ગેમમાં જીત્યા

સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય બેડમિન્ટન જોડીએ ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં સ્થાન મેળવ્યું. આ જોડી 39 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય જોડી બની. આ અગાઉ 1983માં પાર્થો ગાંગુલી-વિક્રમ સિંહની જોડી ફાઈનલમાં પહોંચી હતી અને ચેમ્પિયન બની હતી.

પુરુષ ડબલ્સની સેમિફાઈનલમાં સાતમી સીડ સાત્વિક-ચિરાગની જોડી દ.કોરિયાના ચોઈ સોલ ગ્યૂ- કિમ વોન હોને સતત ગેમમાં 21-18, 21-14થી હરાવી. બંને જોડીઓ વચ્ચે મેચ 46 મિનિટ ચાલી. સાત્વિક-ચિરાગ અને ચોઈ સોલ ગ્યુ-કિમ વોન હોની જોડી પ્રથમવાર એકબીજા સામે રમી.

હવે ફાઈનલમાં ભારતીય જોડીનો સામનો ઈંગ્લેન્ડ-તાઈવાનની મેચની વિજેતા જોડીથી થશે. સાત્વિક-ચિરાગની જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં અપસેટ કરતા ટોપ સીડ જાપાનના તાકુરો હોકી-યુગો કોબાયાશીને સતત ગેમમાં માત આપતા સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...