તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Afghan Cyclist Masomah Ali Zada Stugling Story At Tokyo Olympics Refugee Athletes Ali Zada

'અફઘાન ગર્લ' સ્કાર્ફ પહેરીને સાઇકલ ચલાવે છે:તાલિબાનિઓએ હુમલો કર્યો, લગ્ન કરવા પણ ફોર્સ કર્યો; તેમ છતાં હાર ના માની, અત્યારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો અમને મારી નાખવા માગતા હતાઃ માસોમા

સ્કાર્ફ પહેરીને સાઇકલ ચલાવતી અફઘાની ગર્લ માસોમા અલી ઝાદાએ ઓલિમ્પિકમાં આવવા ઘણું સંઘર્ષ કર્યું છે. તેના પરિવારને ઇરાનથી અફઘાનિસ્તાન આવવું પડ્યું હતું, માસેમાની ઉંમર ઘણી નાની હતી. અહીં પણ તેને તાલિબાનિઓ સાથે લડત આપતા સંઘર્ષ કરવો પડ્યો હતો. માસોમા પર હુમલાઓ પણ થયા અને લગ્ન કરવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. અંતે માસોમાને બળજબરી પૂર્વક દેશથી કાઢી મૂકવામાં આવી હતી, જેથી તે પરિવાર સાથે ફ્રાન્સની શરણે ગઈ હતી.

નાનપણથી જ માસોમાને સાઇકલ ચલાવવાનો શોખ હતો. અહીં સ્કોરલરશિપ મળ્યા પછી પોતાની મહેનતથી એણે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે.

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (IOC)એ 56 રેફ્યૂજી એથલીટ્સને સ્કૉલરશિપ આપી. જેમાથી માસોમા સહિત 29ને ટોક્યો ઓલિમ્પિક માટે સિલેક્ટ કરાયા હતા. ટૂર્નામેન્ટમાં માસોમાને 28 જુલાઈએ 25 અન્ય એથલીટ્સ સાથે 22.1 કિલોમીટર રેસ કરવી પડશે.

સ્વિટ્ઝર્લેન્ડમાં એક મહિના સુધી તૈયારી કરી
ટોક્યો ઓલિમ્પિક સામેલ થતા પહેલા માસોમાએ વેસ્ટર્ન સ્વિટ્ઝર્લેન્ડમાં તૈયારી કરી. તેમની પ્રેક્ટિસ એક મહિનાથી UCI વર્લ્ડ સાઇકલિંગ સેન્ટર એગલેમાં ચાલી રહી હતી. માસોમા 14 જુલાઈએ ટોક્યો પહોંચી ગઈ હતી. આ સેન્ટરમાં જીન-જૈકસ હેનરીએ માસોમાને કોચિંગ આપી છે. કોચે કહ્યું હતું કે અફઘાનિસ્તાની નિવાસી તમામ મહિલા સાઇકલિસ્ટમાં માસોમા બેસ્ટ છે.

અફઘાનિસ્તાનામાં સાઇકલ ચલાવતી ત્યારે લોકો અપશબ્દો બોલતાઃ માસોમા
હજારા સમુદાયથી બિલોન્ગ કરતી માસોમા ઈરાનમાં રહેતી હતી. અહીં તે નાનપણથી જ સાઇકલ ચલાવતી હતી. ત્યારપછી તેનો પરિવાર અફઘાનિસ્તાન પરત ફર્યો તો માસોમાએ કાબૂલમાં જ 16 વર્ષની ઉંમરે નેશનલ ટીમ જોઇન કરી લીધી હતી. તાલિબાનિઓએ માસોમા પર હુમલો પણ કર્યો હતો. પથ્થર પણ ફેંક્યા હતા. પાડોશી અને સંબંધીઓ મેણા-ટોણા મારતા હતા. લગ્ન કરવા માટે સતત પ્રશર કરવામાં આવતું હતું.

લોકો અમને મારી નાખવા માગતા હતાઃ માસોમા
માસોમાએ ઘટસ્ફોટ કર્યો હતો કે હું સમજી શકું છું કે આ એક મુશ્કેલ પડાવ છે, પરંતુ લોકો મને અને મારા પરિવારને મારી નાખવા માગતા હતા. પહેલા વર્ષે જ્યારે મેં સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું, ત્યારે કોઇએ મને ટક્કર મારી હતી. તે એક ગાડીચાલક હતો. તેમણે મને હાથની પાછળની જગ્યાએ પણ માર માર્યો હતો. ત્યાં જે કોઇપણ છોકરી સાઇકલ ચલાવે એને લોકો અપશબ્દો બોલીને ઉતારી પાડતા હતા.

દેશ છોડવો મારા માટે પડકાર સમોઃ માસોમા
એણે વધુમાં જણાવ્યું હતું કે મારા કાકા પણ સતત પરિવારને ટકોર કરતા રહેતા હતા કે માસોમાએ સાઇકલ ચલાવવી ના જોઇએ. એણે કોઇ રોકો. ત્યારપછી મારા પરિવારને એ હદે હેરાન કરવામાં આવતો કે અમારે દેશ છોડવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કેટલું મુશ્કેલ હોય છે, આ દરેક રેફ્યૂજી જાણે છે.

અન્ય સમાચારો પણ છે...