તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Aditi's Performance Will Give A Boost To Golf, A Sport That Is Gaining Recognition In The Country

ભાસ્કર ઇન્ટરવ્યુ-જીવ મિલ્ખા સિંહ:અદિતિના પ્રદર્શનથી ગોલ્ફને પ્રોત્સાહન મળશે, રમતને દેશમાં એક ઓળખ મળવા લાગી છે

નવી દિલ્હી19 દિવસ પહેલાલેખક: ગૌરવ મારવાહ
  • કૉપી લિંક
  • આવતી ઓલિમ્પિકમાં વધુ ગોલ્ફર રમશે

ટોક્યો ઓલિમ્પિકમાં અદિતિ અશોક ભલે મેડલ જીતી શકી ન હોય, પણ તેણે ભારતીય ગોલ્ફને એક નવી ઓળખ આપી છે. તે ચોથા સ્થાને રહી હતી. તેના આ પ્રદર્શનને દેશના સૌથી સફળ ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ મોટી સફળતા માને છે. જીવનું માનવું છે કે અદિતિના આ પ્રદર્શનથી ઘણા યુવાનો પ્રેરણા લેશે અને આ રમતથી જોડાશે. તેણે એ પણ કહ્યું કે યુરોપિયન ટુરમાં પણ ગોલ્ફરોની સંખ્યા વધી રહી છે. તે સારો સંકેત છે. તેની સાથેની વાતચીતના અંશ...

  • ઓલિમ્પિકમાં ભારતના પ્રદર્શનને તમે કઇ રીતે જોઇ રહ્યા છો.?

ઓલિમ્પિકમાં જે રીતે અદિતિએ રમત રમી છે, તે ભારતીય ગોલ્ફર માટે એક મોટું બૂસ્ટ છે. મને તેની પાસેથી મેડલની આશા હતી. તેણે પોતાના પ્રદર્શનથી ભારતીય ગોલ્ફને ચાર્જ કર્યું છે. આવનારા સમયમાં ગોલ્ફ એક અલગ લેવલ પર જોવા મળશે. આશા છે કે આવતા ઓલિમ્પિકમાં ભારતના વધુ ખેલાડીઓ હશે.

  • લોકોએ સવારે 4 વાગે ઊઠીને ગોલ્ફ જોયું, શું તમને લાગે છે કે તેનાથી રમતને બુસ્ટ મળશે?

ગોલ્ફને બહું ઓછા લોકો જોવે છે. ગોલ્ફને કવરેજ પણ ઓછું મળે છે. હવે હું જોઇ રહ્યો છું કે વધુ ઇવેન્ટો કવર થઇ રહી છે. તેનાથી લોકો પણ આ રમતને ઓળખી રહ્યા છે.

  • યુરોપિયન ટૂર પર ભારતીય ગોલ્ફને તમે કઇ રીતે જુઓ છો?

શુભાંકર, અનિર્બાન લાહિડી, ગગનજિત ભુલ્લર, શિવ કપૂર જેવા બધા જ સારું કરી રહ્યા છે. તે રમતને અલગ કક્ષાએ લઇ જઇ રહ્યા છે. તેનાથી બાળકોને મોટિવેશન મળશે. બીજા ગોલ્ફરો તેમને જોઇને સારું રમવા માટે પ્રેરિત થશે.

  • યુરોપિયન ટૂર પર ભારતીય ગોલ્ફરોની સંખ્યા વધી રહી છે. પહેલા માત્ર તમે હતા, તેના પર શું કહેશો?

ઘણી ખુશી થઇ રહી છે કે અમે કઇક કર્યું છે. અમે ગેમ રમી તો આજે ઘણા ગોલ્ફરો સારું કરી રહ્યા છે. આવી જ રીતે હાલના ગોલ્ફરો યુવાનોને ગેમમાં સારું રમવા માટે મોટીવેટ કરશે. કોમ્પિટિશન વધશે તો પ્રદર્શન સારું થશે અને એવું થશે તો ગેમનું સ્ટાન્ડર્ડ પણ વધશે.

  • હવે ગોલ્ફને પણ લોકો ઓળખવા લાગ્યા છે. આવનારા સમય માટે શું લક્ષ્ય બનાવવા માંગશો?

લોકો હવે ગેમને પસંદ કરી રહ્યા છે. આવતા ઓલિમ્પિકમાં તેની અસર જોવા મળશે. મારી સરકારને એ વિનંતી છે કે આવતા ઓલિમ્પિક માટે અત્યારથી પ્લાનિંગ શરૂ કરવું જોઇએ. અત્યારથી ખેલાડીઓને સપોર્ટ કરે, નહીં કે ઓલિમ્પિકના 6 મહિના પહેલા સપોર્ટ કરે. ખેલાડી ઓળિમ્પિકને માત્ર એક ટુર્નામેન્ટની રીતે જુએ, પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરે અને દબાણ ન લે. આપણે જરૂર મેડલ જીતી શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...