FA કપના લાઇવ મેચ વખતે અચાનક જ પાવર કટ થઈ જતાં સ્ટેડિયમમાં અધારું છવાઈ ગયું હતું. આના કારણે ખેલાડીઓ, કમેન્ટેટર્સ અને ફેન્સ પણ ચોંકી ગયા હતા. જોકે થોડાક સમય પછી લાઇટ્સ ઓન થઈ ગઈ હતી. આ આખી ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારે હવે ફેન્સ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.
મંગળવારે સાંજે FA કપની મેચમાં પ્રીમિયર લીગની ટીમ વોલ્વરહૈમ્પટન વોન્ડરર્સ (વોલ્વ્સ) અને લિવરપુલની મેચ રમાઈ રહી હતી. વોલ્વ્સના વિંગર એડામા ટ્રોરે જેવો ક્રોસ પાસ કરવા ગયો હતો, ત્યારે જ અચાનક લાઇટ જતા રહી હતી. આખા સ્ટેડિયમમાં અંધારપટ છવાઇ ગયો હતો.
જોકે થોડાક સમય પછી લાઇટ આવી ગઈ હતી. પરંતુ ત્યારસુધીમાં તો બોલ ગોલ-એરિયાની બહાર જતો રહ્યો હતો અને ટ્રોરે જમીન પર બેસીને હસતો હતો.
લિવરપુલે વોલ્વ્સને 1-0થી હરાવ્યું
કમેન્ટેટર્સ મેચ વખતે બોલ્યા હતા કે આ વિસ્તારમાં વોર્મ અપ મેચ વખતે અગાઉ પણ લાઇટ ગઈ હતી. મેચની વાત કરીએ તો હાર્વે ઇલિયટના 13 મિનિટે ફટકારેલા ગોલની મદદથી લિવરપુલે વોલ્વ્સને 1-0થી પરાજય આપ્યો હતો.
યુઝર્સે કમેન્ટ્સ કરી
અમુક લોકોનો સવાલ છે કે જો બોલ ગોલ-પોસ્ટની અંદર જતો રહ્યો હોત, તો તેને ગોલ ગણાત કે નહીં. એક યુઝરે લખ્યું હતું કે 'આ લોકોને છેતરવા માટેનો નવો રસ્તો છે.' એક યુઝરે લખ્યું હતું કે 'એવું થઈ શકે છે કે એડામાએ તેને ક્રોસ પાસની સાથે લાઇટ સ્વિચને હિટ કરી હોય અને લાઇટ આવી ગઈ હોય.'
લિવરપૂલ મેનેજર ક્લબ છોડશે નહીં
લિવરપૂલના મેનેજર જુર્ગેન ક્લોપના પોતાના ભવિષ્ય વિશેના વધતા પ્રશ્નો વચ્ચે, જણાવ્યું હતું કે તે ક્લબ છોડશે નહીં. તેણે ઉનાળા દરમિયાન તેની ટીમમાં ફેરફારનો સંકેત આપ્યો હતો. ક્લોપે આઠ ફેરફારો કર્યા કારણ કે કોડી ગાકપો, થિયાગો અલકાન્ટારા અને ઇબ્રાહિમા કોનાટે વર્જિલ વાન ડીજક અને લુઈસ ડાયઝ સહિતના મુખ્ય ખેલાડીઓની ઇજાઓને કારણે તેમના સ્થાનો જાળવી રાખ્યા હતા.
FA કપ સૌથી જૂની ફૂટબોલ ટૂર્નામેન્ટ છે
FA કપ વિશ્વની સૌથી જૂની ફૂટબોલ ટૂર્નામેન્ટ છે. આ કપની પ્રથમ સીઝન 1871માં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની પ્રથમ ટાયર લીગથી નવમા સ્તરની લીગ સુધીની ક્લબો રમે છે. ટૂર્નામેન્ટમાં અનેક રાઉન્ડનો સમાવેશ થાય છે. અને તમામ મેચ નોકઆઉટ હોઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.