તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇન્ટરવ્યૂ:કોરોનાથી ટેવાઇ ગયા છીએ, રમત આવી રીતે જ આગળ વધશે: પૂજા રાની

રાયપુર3 મહિનો પહેલાલેખક: શેખર ઝા
  • કૉપી લિંક
પૂજા રાનીની ફાઇલ તસવીર - Divya Bhaskar
પૂજા રાનીની ફાઇલ તસવીર
  • 30 વર્ષની પૂજાએ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સતત બીજીવાર ગોલ્ડ જીત્યો

એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બીજીવાર ગોલ્ડ જીતનાર પૂજા રાની ટોક્યો ઓલિમ્પિક માટે માત્ર ટ્રેનિંગ પર ધ્યાન આપી રહી છે. 30 વર્ષની પૂજા હવે એવી તૈયારી કરી રહી છે જેમાં ઇજાનો ખતરો ન રહે. તેણે કહ્યું કે આ પ્રવાસમાં અમે કોરોના મહામારીને લઇને ટેવાઇ ગયા છીએ. જાણીએ છીએ કે રમત આવી રીતે જ રમાશે. તેની વાતચીતના અંશ...

પ્રશ્નઃ એશિયન બોક્સિંગમાં સતત બીજો ગોલ્ડ કેટલો મહત્વનો છે?
જવાબઃ 2019 એશિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં જ્યારે મે વર્લ્ડ ચેમ્પિયનને હરાવિનુે ગોલ્ડ જીત્યો હતો તો મારો આત્મવિશ્વાસ વધી ગયો હતો. મને ઘણી ઓળખ મળી અને બધા મારી પાસેથી મેડલની અપેક્ષા રાખવા લાગ્યા હતા. તેનાથી વધુ મહેનત કરવાની પ્રેરણા મળી હતી. ઓલિમ્પિકથી પહેલા ગોલ્ડ જીતવાથી મનોબળ વધે છે.

પ્રશ્નઃ કોવિડના પડકારનો તમે કઇ રીતે સામનો કર્યો?
જવાબઃ હવે અમે કોરોનાથી ટેવાઇ ગયા છીએ. જાણીએ છીએ કે હાલની પરિસ્થિતિમાં રમત જ આગળ વધી શકશે. હું પહેલાની સરખામણીએ હવે વધુ સતર્ક થઇ ગઇ છું. કારણ કે આપણે એક અદ્રશ્ય દુશ્મન સામે લડી રહ્યા છીએ.

પ્રશ્નઃ કોરોના કાળમાં સંપુર્ણ રીતે પ્રેક્ટિસ નથી કરી શકતા. તેનાથી રમતમાં કેટલો પ્રભાવ પડે છે, ખાસ કરીને બોક્સર પર.
જવાબઃ કેમ્પમાં, ટ્રેનિંગમાં, યાત્રા સમયે પ્રોટોકોલ ઘણા કડક હોય છે. પણ હવે અમે મહેસૂસ કરીએ છીએ કે આ અમારી સુરક્ષા માટે જરૂરી છે. આ એક પરિક્ષાનો સમય છે. તેને મને માનસિક રીતે મજબૂત કરી છે.

પ્રશ્નઃ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનાર તમે સૌથી પહેલી બોક્સર હતાં તેની તૈયારી કઇ રીતે કરી?
જવાબઃ ઓગસ્ટ 2019 માં વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલ હારી ગઇ. ત્યારબાદ રમતના ઘણા સમીકરણો પર મહેનત કરી. ક્વોલિફાયર બાઉટ સમયે ઘણી નર્વસ હતી. પણ જ્યારે રિંગમાં પ્રવેશ કર્યો તો બધુ બરોબર થઇ ગયું.

પ્રશ્નઃ બોક્સિંગની શરૂઆત કેવી રીતે કરી?
જવાબઃ 18 વર્ષની ઉમરમાં મારી કોલેજના પ્રોફેસરે મને બોક્સિંગમાં જોડાવા માટે કહ્યું. તેમ પણ વિજેંદર સિંહના ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ બોક્સિંગનો ક્રેઝ વધી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...