તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Abhimanyu, 12, The World's Youngest Grandmaster, Father Says Traps Opponent In His Maze

ભાસ્કર વિશેષ:12 વર્ષીય અભિમન્યુ વિશ્વનો સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર, પિતાએ કહ્યું- વિરોધીને પોતાના ચક્રવ્યૂહમાં ફસાવે છે

બુડાપેસ્ટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હંગેરીમાં ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટમાં ગોવાના લિયોનને પરાજિત કર્યો

ભારતીય મૂળના અમેરિકી ચેસ ખેલાડી અભિમન્યુ મિશ્રાએ ફક્ત 12 વર્ષની વયે ઈતિહાસ રચી દીધો. ન્યૂજર્સીમાં રહેતો અભિમન્યુ બુધવારે 12 વર્ષ 4 મહિના અને 25 દિવસની વયે દુનિયાનો સૌથી નાની વયનો ગ્રાન્ડ માસ્ટર બની ગયો છે. તેણે બુડાપેસ્ટમાં આયોજિત ગ્રાન્ડમાસ્ટર ટુર્નામેન્ટમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ગોવાના 14 વર્ષીય લિયોન મેનડોન્કાને હરાવી આ સિદ્ધિ મેળવી હતી. અભિમન્યુએ 19 વર્ષ જૂનો યુક્રેનના સર્ગે કર્ઝાકિનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો જેણે 12 વર્ષ 7 મહિનાની વયે આ સિદ્ધિ મેળવી હતી. અભિમન્યુના પિતા ડેટા એનાલિસ્ટ હેમંત મિશ્રા દીકરાની ગ્રાન્ડ માસ્ટર બનવાની કહાણી રજૂ કરી રહ્યા છે...

સિદ્ધિ : વિશ્વવિજેતા કાસ્પોરોવ અભિમન્યુના મેન્ટર બનવા તૈયાર થયા
અભિમન્યુ અઢી વર્ષનો હતો અને સારી રીતે બોલી પણ શકતો નહોતો ત્યારે હું તેને કિસ્સા-કહાણીઓની મદદથી ચેસનાં મોહરાં વિશે જણાવતો હતો. તે ધ્યાનપૂર્વક દરેક મોહરાં અને તેની ચાલની નોંધ લેતો હતો. હું સમજી ગયો કે તેને આ રમત પસંદ છે. પછી હું જ્યારે પણ તેને લઈને બેસું તો તે ચેસનું બોર્ડ મારી પાસે લઈને આવી જતો હતો. તે 5 વર્ષનો થયો ત્યારે તેણે મને પહેલીવાર હરાવ્યો હતો.
મેં તેને ફરી ચેલેન્જ કર્યો તો તેણે ફરી હરાવી દીધો. હું સમજી ગયો કે ચેસનો આ જુસ્સો તેને એક દિવસ સફળતાના શિખર સુધી પહોંચાડશે. મેં કહ્યું કે ટુર્નામેન્ટમાં રમીશ? તો તેણે કહ્યું, જીતીશ પણ.

ન્યૂજર્સીમાં એક ટુર્નામેન્ટ દરમિયાન તેણે તેની વયથી 5 ગણા મોટા લોકોને ન ફક્ત પડકાર્યા, હરાવ્યા પણ. એક હરીફે તો અભિમન્યુને બાળક સમજી પોતાની એક ચાલ એક કલાક ન ચાલી જેથી તે થાકીને કોમ્પિટિશન છોડી અને તે વિજેતા જાહેર થઈ જાય. તેના પછી અભિમન્યુએ ક્યારેય કોઈ ટુર્નામેન્ટમાં પાછળ ફરીને જોયું જ નહીં. તેની વિશેષતા એ છે કે તે તેની રણનીતિ જાતે બનાવે છે અને વિરોધીઓને પોતાના ચક્રવ્યૂહમાં ફસાવી ભૂલ કરવા મજબૂર કરી દે છે.

મારા જીવનનો સૌથી સારો દિવસ એ હતો જ્યારે વિશ્વવિજેતા ગેરી કાસ્પારોવે પોતાના ફાઉન્ડેશન માટે 9 વર્ષની વયે અભિમન્યુની રમત જોઈ તેનો મેન્ટર બનવાનો નિર્ણય કર્યો. 2018માં જ્યારે કાસ્પારોવે તેની રમતનું વિશ્લેષણ કર્યું તો મને ખાસ હોલમાં બોલાવ્યો હતો. હું ખુશનસીબ છું કે દીકરાને પોતાની સામે ગ્રાન્ડ માસ્ટર બનતા જોયો. આ શરૂઆત છે... તેની અનેક ચાલ હજુ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...