• Gujarati News
  • Sports
  • A Unique Match Played With A Cricket Bat On A Badminton Court, A Video That Is Worth Watching Over And Over Again.

સાનિયા-શોએબના દીકરા માટે પરફેક્ટ ગેમ:બેડમિન્ટન કોર્ટમાં ક્રિકેટના બેટથી રમાઈ અનોખી મેચ, વીડિયો એવો કે વારંવાર રીપિટ કરીને જોવાનું મન થાય

એક મહિનો પહેલા

જ્યારે ક્રિકેટ અને ટેનિસની મેચ એક જ સમયે હોય, ત્યારે દર્શકો મુંઝવણમાં મુકાઈ જતા હોય છે. પરંતુ જો એક જ ખેલાડી બંને ગેમ રમે તો?

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, ચાર ખેલાડીઓ હાથમાં ક્રિકેટ બેટ લઈ, ક્રિકેટ બોલને બદલે લૉન ટેનિસ બોલ સાથે રમતાં દેખાઈ રહ્યા છે. આ રમત ટેનિસ મેચ જેવી છે, બસ આમાં રેકેટનો ઉપયોગ કરાયો નથી.

પહેલી નજરે ખેલાડીઓ મસ્તી માટે રમતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વાસ્તવમાં આ ક્રિકેટ મેચ પહેલા પ્રેક્ટિસ સેશનનો એક ભાગ છે. ટોબી બેઈલી, જે નેશનલ પરફોર્મન્સ કોચ અને ક્રિકેટ સ્કોટલેન્ડના નેશનલ સિલેક્ટરે છે, તેમણે સૌથી પહેલા આ વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.

તેણે વીડિયો સાથે ટ્વિટમાં આ વિશે લખ્યું પણ છે. વીડિયોમાંના ખેલાડીઓ સ્કોટલેન્ડ A ટીમના સભ્યો અને એડિનબર્ગ નેપિયર યુનિવર્સિટી એકેડમીના ખેલાડીઓ છે. બેઈલીએ આ તાલીમની રમતને "બેટમિન્ટન" તરીકે ઓળખાવી છે.

બેઇલીએ લખ્યું છે કે આ સેશન ખેલાડીઓના પગની ગતિશીલતા અને સ્પિન બોલિંગ સામે બેટિંગ માટે મહત્વપૂર્ણ છે. બોલની ગતિ અને સ્વિંગ અને સ્પિનના પ્રતિભાવમાં બેટર્સ તેમની ફ્રેમ જાળવી રાખવા અને તેમના બેટના ફેસને નિયંત્રિત કરવા માટે આ પ્રેક્ટિસ સેશન બહુ ઉપયોગી છે. સાથે જ આ સેશનમાં વધારે સમય પણ લાગતો નથી.

અન્ય સમાચારો પણ છે...