• Gujarati News
  • Sports
  • A Rain Of Goals In The Champions League, 28 Goals In A Single Day, 9 In Manchester City And Leipzig And 6 In Ajax Sporting.

ભાસ્કર વિશેષ:ચેમ્પિયન્સ લીગમાં ગોલનો વરસાદ, એક દિવસમાં 28 ગોલ, માન્ચેસ્ટર સિટી અને લિપજિગની મેચમાં 9 જ્યારે અયાક્સ-સ્પોર્ટિંગ મેચમાં 6 ગોલ થયા

માન્ચેસ્ટરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માન્ચેસ્ટર સિટીએ જર્મન ક્લબ લિપજિગને 6-3થી હરાવ્યું, બેલ્જિયમની ક્લબ બ્રુગે પીએસજીને ડ્રો પર રોક્યું

ચેમ્પિયન્સ લીગમાં નવીસીઝનમાં બીજા દિવસે 8 મેચમાં 28 ગોલ થયા. સૌથી વધુ ગોલ ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી અને જર્મન ક્લબ લિપજિગની મેચમાં થયા. ગતસીઝનમાં રનર્સ-અપ સિટીએ સ્થાનિક મેદાન પર આ મેચ 6-3થી પોતાના નામે કરી લીધી છે. વિજેતા ટીમ માટે નાથન એક, મહરેજ, ગ્રીલિશ, કેંસેલો, જીસસે ગોલ કર્યા.

લિપજિગની નોર્ડી મુકીલેએ 28મી મિનિટમાં ઓન ગોલ કર્યો. ગ્રીલિશે આ લીગમાં ડેબ્યુ કર્યું અને તેણે ગોલ કરવાની સાથે આસિસ્ટ પણ કર્યો. તે રુની (2004) બાદ લીગમાં ડેબ્યુમાં આવુ કરનાર ઇંગ્લિશ ખેલાડી છે. લિપજિગ માટે ક્રિસ્ટોફર નકુંકુએ હેટ્રિક લગાવી. 79મી મિનિટમાં એજેલીનોને રેડ કાર્ડ મળ્યા બાદ જર્મન ક્લબને 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું. આ સિટીના મેનેજરના રૂપમાં ગાર્ડિયોલાની 300મી મેચ હતી. અન્ય એક મેચમાં લિવરપુલએ એસી મિલાનને 3-2થી માત આપી. ટોમોરીએ ઓન-ગોલે લિવરપુલને લીડ અપાવી. પણ 42મી મિનિટમાં રેવિચ અને 44મી મિનિટે ડેયાજુના ગોલથી મિલાનને લીડ મળી.

ડેબ્યુ કરી રહેલ હોલેરોના અયાક્સ માટે 4 ગોલ
નેધરલેન્ડે ક્લબ અયાક્સે પોર્ટુગલના સ્પોર્ટિંગ સીપીને 5-1થી હરાવ્યું. અયાક્સ માટે સેબેસ્ટિયન હોલેરોએ બીજી, નવમી, 51મી અને 63મી મિનિટે ગોલ કર્યો. લીગમાં આ તેનું ડેબ્યુ મેચ હતી. તેની પહેલા માત્ર માર્કો વેન બાસ્ટેને 1992 માં ડેબ્યુમાં 4 ગોલ કર્યા હતા. જ્યારે ફ્રેન્ચ ક્લબ પીએસજીએ પહેલીવાર નેમાર, એમબાપે અને મેસીને સ્ટાર્ટિંગ ઇલેવનમાં સામેલ કર્યા. તેમ છતાં ટીમને જીત મળી નહીં.

અન્ય સમાચારો પણ છે...