ફૂટબોલ:માન્ચેસ્ટર યુનાઇટેડની નવી સિઝનમાં પહેલા જ દિવસે હેટ્રિક

બ્રેટફોર્ડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લીડ્સને સ્થાનિક મેદાન પર 5-1થી હરાવ્યું, ફર્નાંડેસની હેટ્રિક

ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યૂનાઇટેડે નવી પ્રીમિયર લીગ સિઝનની પોતાની સ્ટાઇલથી શરૂઆત કરી છે. ઓલ્ડ ટ્રેફર્ડ પર બ્રુનો ફર્નાડેસે હેટ્રિક લગાવી છે. પોલ પોગ્બાએ ચાર આસિસ્ટ કર્યા અને જેડોન સાંચોએ ડેબ્યુ કર્યું. યુનાઇટેડે લીડ્સને 5-1થી હરાવ્યું.

26 વર્ષના ફર્નાડેસે 30મી, 54મી, 60મી મિનિટમાં ગોલ કર્યો. જ્યારે ગ્રીનવુડે 52મી અને ફ્રેડે 68મી મિનિટે ગોલ કર્યો. ફર્નાડેસ જાન્યુઆરી 2020માં યુનાઇટેડથી જોડાયો હતો. આ યુનાઇટેડ તરફથી 2013 પછી પહેલી હેટ્રિક છે. પોગ્બા એક મેચમાં ચાર આસિસ્ટ કરનાર યુનાઇટેડનો પહેલો ખેલાડી બન્યો.

બ્રેડફોર્ડની 74 વર્ષ બાદ ટોપ ટિયરમાં વિજય વાપસી થઈ, ચાહકો ભાવુક થયા
ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ બ્રેટફોર્ડ પ્રીમિયર લીગમાં પોતાની પહેલી મેચમાં 13વારની ચેમ્પિયન આર્સનલને 2-0થી હરાવ્યું છે. સર્જી કેનોસે 22મી અને ક્રિસ્ટિયન નોરગાર્ડે 73મી મિનિટમાં ગોલ કર્યો. ક્રિસ્ટિયનનો ઇંગ્લેન્ડમાં પહેલો લીગ ગોલ છે. તે 59 ચેમ્પિયનશિપમાં ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બ્રેટફોર્ડની જીતથી તેના ઘણા ચાહકો ભાવુક થઇ ગયા હતા અને સ્ટેન્ડ્સમાં જ રોઇ પડ્યા હતા.